અખ્તરે સુશાંત અંગે કહ્યુ તેનામાં નહોતો દેખાયો આત્મવિશ્વાસ, સલમાન વિશે પણ બોલ્યો

PC: firstsportz.com

બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત હવે આપણી વચ્ચે નથી રહ્યો. 14 જૂને તેણે પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તે ડિપ્રેશનમાં હતો. જોકે પોલીસ અત્યારે પણ આત્મહત્યાના કારણો શોધવામાં લાગી છે. આ દરમિયાન પાકિસ્તાની બોલર શોએબ અખ્તરે સુશાંત સિંહ રાજપૂત પર મોટું નિવેદન આપ્યું છે. શોએબ અખ્તરે વર્ષ 2016માં ભારતમાં થયેલી મુલાકાતને યાદ કરતાં કહ્યું હતું કે, એ સમયે તેમને સુશાંતમાં વધારે આત્મવિશ્વાસ નહોતો દેખાયો. શોએબ અખ્તરે કહ્યું કે, એ સમયે રોકીને તેમને જિંદગીના અનુભવો બાબતે વાત કરવી જોઈતી હતી. પોતાની યુટ્યુબ ચેનલ પર પૂર્વ ફાસ્ટ બોલરે કહ્યું કે, વર્ષ 2016માં ભારતથી જતી વખતે એક હોટલમાં સુશાંતને મળ્યા હતા. ઈમાનદારીથી કહું તો તેઓ વધારે આત્મવિશ્વાસુ નહોતા લાગ્યા. તેઓ મારી પાસેથી માથું નીચું કરીને નીકળી ગયા. એ સમયે મારા એક મિત્રએ જણાવ્યું હતું કે તેઓ એમએસ ધોનીની ફિલ્મમાં ભૂમિકા ભજવી રહ્યા છે.

શોએબ અખ્તરે કહ્યું કે, એ સમયે મેં વિચાર્યું કે તેમની એક્ટિંગ જોવી છે. તેઓ ખૂબ જ વિનમ્ર બેકગ્રાઉન્ડ સાથે સંબંધ રાખે છે અને એક સુંદર ફિલ્મ બનાવી રહ્યા છે. ફિલ્મ સફળ પણ થઈ. પૂર્વ ફાસ્ટ બોલરે કહ્યું કે, મારે સુશાંતને રોકીને તેમની જિંદગીની બાબતે કેટલીક વાતો ન કરવાનો અફસોસ છે. હું તેમને મારા જીવનનો અનુભવ શેર કરી શકતો હતો. જેમ હું વાત કરું છું, કદાચ એમ હું તેમની સાથે વાત કરી શકતો હતો. મને તેમની સાથે ન વાત કરવાનો અફસોસ છે. સુશાંતના મોત બાદ બોલિવુડના નેપોટીઝ્મનો મુદ્દો ગરમાયો છે. સલમાન ખાન પણ ઘણો ટ્રોલ થઈ રહ્યો છે. શોએબ અખ્તરે સલમાન ખાન અને બીજા બોલિવુડ સેલિબ્રિટિઝ પર લગાવવામાં આવી રહેલા આરોપો પર વાત કરતાં કહ્યું કે, કોઈ પુરાવા વિના કોઈ પર પણ આરોપ લગાવવો યોગ્ય નથી.

તમને જણાવી દઈએ કે સલમાન ખાન, કરણ જોહર, એકતા કપૂરની વિરુદ્વમાં IPCની કલમ 107 (દુષ્પ્રેરણા), 109 (દુષ્પ્રેરણા માટે દંડ), 299 (અપરાધિક માનવ વધ) અને 304 (ગેર ઈરાદે હત્યા) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ સ્વર્ણ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને વિદ્યાર્થી નેતા ભગવત કુમાર શર્માએ આ કેસ દાખલ કરાવ્યો છે. તેમણે જણાવ્યું કે, આ બધા સુશાંત પર દબાવ બનાવી રહ્યા હતા. એ સિવાય સુશાંતને હેરાન કરી રહ્યા હતા તેના કારણે સુશાંત સિંહે આત્મહત્યા કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp