ચંદ્રયાન-2: ભજ્જીનો પાક પર વ્યંગ- 'કેટલાકના ઝંડા પર ચાંદ તો કેટલાક ઝંડા ચાંદ પર'

PC: zeenews.com

ચંદ્રયાન 2ના સફળ લોન્ચ બાદ ISROના દેશભરમાંથી વખાણ થઈ રહ્યા છે. જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને PM મોદી સહિત ઘણી નામી હસ્તિઓ સામેલ હતી. PMએ તેને ઐતિહાસિક ગણાવ્યું. આ ઉપરાંત, ક્રિકેટરોથી લઈને ફિલ્મી સ્ટાર્સ અને રાજકીય હસ્તિઓ સુધી તમામે ISROને અભિનંદન સંદેશ મોકલ્યો, પરંતુ ભારતીય ક્રિકેટર હરભજન સિંહે ISROને કંઈક અલગ જ અંદાજમાં અભિનંદન પાઠવતું ટ્વિટ કર્યું છે.

હરભજન સિંહે આ દરમિયાન ટ્વિટ કરીને લખ્યું, કેટલાક દેશોના ઝંડા પર ચંદ્ર અને કેટલાક દેશોના ઝંડા ચંદ્ર પર. સાથે જ તેણે કેટલાક દેશોના ઝંડા પર ચંદ્ર લખીને પાકિસ્તાન, તુર્કી, લીબિયા, ટ્યૂનીશિયા, અજરબૈજાન, અલ્જીરિયા, મલેશિયા, માલદીવ અને મૉરિટાનિયાના ઝંડાનો સિમ્બોલ મુક્યો છે. તેમજ ચંદ્ર વિનાના ટ્વિટમાં તેણે ભારત, અમેરિકા, ચીન અને રશિયાના ઝંડાનો ઉપોયગ કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, ભજ્જીએ આ ટ્વિટના સહારે પાકિસ્તાન પર વ્યંગ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, આંધ્ર પ્રદેશના શ્રીહિરકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી સોમવારે બપોરે 2.43 વાગ્યે ISROનું બાહુબલી રોકેટ ચંદ્રયાન-2ને લઈને ઉડ્યું. પહેલા તે પ્રક્ષેપણ 15 જુલાઈની સવારે બપોરે 2.51 વાગ્યે થવાનું હતું, પરંતુ પ્રક્ષેપણના કલાક પહેલા જ રોકેટમાં ગડબડીને કારણે અભિયાનને અટકાવવું પડ્યું હતું.

આ રોકેટે 3.8 ટન વજાનના ચંદ્રયાન-2ને લઈને ઉડાન ભરી. ચંદ્રયાન-2નો કુલ ખર્ચ 603 કરોડ રૂપિયા છે. અલગ-અલગ ચરણોમાં પોતાનો નિર્ધારિત પ્રવાસ પૂર્ણ કરતા 7 સપ્ટેમ્બરે તે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નિર્ધારિત જગ્યા પર ઉતરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp