IPLમાં બાદબાકીને લઇને શ્રીસંતે ફ્રેન્ચાઇઝી ટીમોને આ રીતે આપ્યો શાનદાર જવાબ

PC: sportskeeda.com

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021)ની હરાજી પહેલા ફ્રેન્ચાઇઝી માલિકોએ કોઈ રુચિ ન દેખાડવાના કારણે હરાજીની લિસ્ટમાં સામેલ ન કરવામાં આવેલો અને ભારત માટે રમી ચૂકેલો ફાસ્ટ બોલર એસ શ્રીસંતે ટીમ માલિકોને સખત જવાબ આપ્યો છે. તેના પ્રદર્શનના બદલે સોમવારે કેરળે વિજય હજારે ટ્રોફીની લીગ મેચમાં ઉત્તર પ્રદેશને 3 વિકેટે હરાવી દીધું હતું. એસ શ્રીસંતે લિસ્ટ A ક્રિકેટમાં 15 વર્ષમાં પહેલીવાર અને કુલ મળીને આ ક્લાસમાં બીજીવાર એક ઇનિંગમાં 5 વિકેટ લીધી હતી.

તમને જણાવી દઈએ કે લિસ્ટ A શ્રેણી હેઠળ આંતરરાષ્ટ્રીય વનડે મેચો સિવાય રાજ્યની 40-60 ઓવરોની મેચ સામેલ કરવામાં આવે છે. શ્રીસંતે ઓપનર બેટ્સમેન અભિષેક શર્માના રૂપમાં પહેલી વિકેટ લીધી હતી. ત્યારબાદ ડેથ ઓવરોમાં વાપસી કરીને ઉત્તર પ્રદેશના કેપ્ટન ભુવનેશ્વર કુમાર, મોહસિન ખાન, અક્ષદીપ નાથ અને શિવમ શર્માની વિકેટ લીધી હતી. ભારત માટે 27 ટેસ્ટ, 53 વનડે અને 10 T20 રમી ચૂકેલા એસ શ્રીસંતે ઓડિશા વિરુદ્ધ શનિવારે 41 રન આપીને 2 વિકેટ લીધી હતી. ઉત્તર પ્રદેશે 49.4 ઓવરમાં 283 રન બનાવ્યા હતા.  

તેના જવાબમાં કેરળે 48.4 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને લક્ષ્ય મેળવી લીધું લીધું હતું. અન્ય મેચોમાં કર્ણાટકે બિહારને 267 રનથી હરાવ્યું હતું. કેપ્ટન આર સમર્થે 144 બોલમાં 15 ફોર અને એક સિક્સ સાથે નોટઆઉટ રહીને 158 રન બનાવ્યા હતા, જ્યારે દેવદત્ત પડિક્કલે 98 બોલમાં 97 રન બનાવ્યા હતા, જેમાં 8 ફોર અને 2 સિક્સ સામેલ હતા. કર્ણાટકની 3 વિકેટ પર 354 રનના જવાબમાં બિહારની ટીમ 87 રન પર આઉટ થઈ ગઈ હતી. તો રેલવેએ ઓડિશાને 8 વિકેટે પરાજય આપ્યો હતો.

તમને જણાવી દઈએ કે IPLમા વર્ષ 2013મા સ્પોટ ફિક્સીંગ કાંડમાં શ્રીસંતનું કરિયર પાટા પરથી ઉતરી ગયું હતું. ત્યારબાદ BCCIએ તેના પર લાઈફટાઈમ બેન લગાવી દીધો હતો. જોકે વર્ષ 2019મા તેના માટે એક રાહતના સમાચાર આવ્યા હતા. આ બેનને કોર્ટે ઘટાડીને 7 વર્ષ કરી દીધા હતા અને આખરે શ્રીસંત ગયા મહિને પ્રતિસ્પર્ધી ક્રિકેટમાં પરત ફર્યો છે. જમણા હાથના આ ફાસ્ટ બોલરને કેરળની ટીમે મુશ્તાક અલી ટ્રોફી માટે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. ત્યારબાદ તેણે IPLમા 75 લાખની બેઝ પ્રાઇઝમાં પોતાનું નામ સામેલ કર્યું હતું. જોકે 18 ફેબ્રુઆરીના રોજ થયેલી છેલ્લી બોલી માટે તે ખેલાડીઓની લિસ્ટમાં જગ્યા બનાવી શક્યો નહોતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp