INDvsSL: ભૂવીના આ એક બોલે પલટી નાખ્યું મેચનું પાસું

PC: srilankacricket.lk

શ્રીલંકાએ બુધવારે ભારતીય ટીમને બીજી T20 મેચમાં 4 વિકેટે હરાવી દીધી. તેની સાથે જ 3 T20 મેચોની સીરિઝ હાલમાં 1-1થી બરાબર થઈ ગઈ છે. ગુરુવારે એટલે કે આજે થનારી ત્રીજી T20થી સીરિઝનો નિર્ણય થશે. બીજી T20મા ભારતીય ટીમે સીમિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 132 રન બનાવ્યા હતા, જવાબમાં શ્રીલંકાની ટીમે 19.4 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 133 રન બનાવીને મેચ જીતી લીધી હતી. શ્રીલંકાની ટીમને છેલ્લી બે ઓવરમાં 20 રનની જરૂરિયાત હતી.

ત્યારબાદ 19મી ઓવર ભુવનેશ્વર કુમાર લઈને આવ્યો. તેણે પહેલા 2 બોલ પર 2 રન આપ્યા. ત્રીજા બોલ પર ચમિકા કરુણારત્નેએ સિક્સ લગાવીને મેચની કાયા પલટ કરી નાખી. આ ઓવરમાં ભુવનેશ્વર કુમારે 12 રન આપ્યા હતા. છેલ્લી ઓવરમાં શ્રીલંકન ટીમને જીત માટે 8 રનની જરૂરિયાત હતી. જે તેણે સરળતાથી બનાવી દીધા. ધનંજય ડિ સિલ્વા 34 બોલ પર 40 રન બનાવીને નોટઆઉટ રહ્યો. તો ચમિકા કરુણારત્ને 6 બોલ પર 12 રન બનાવીને નોટઆઉટ રહ્યો. શ્રીલંકન ટીમની આ છેલ્લી 6 T20મા પહેલી જીત રહી. તો ભારતીય ટીમની આ છેલ્લી 6 T20મા બીજી હાર છે.

ધનંજય અને મિનોદે શ્રીલંકાને આપવી જીત:

12 રનના કુલ સ્કોર પર શ્રીલંકાને પહેલો ઝટકો લાગ્યો. આવિષ્કા ફર્નાન્ડો 13 બોલ પર 11 રન બનાવીને આઉટ થયો.

આવિષ્કા ભુવનેશ્વર કુમારની ઓવરમાં રાહુલ ચાહરના હાથે કેચ પકડાવી બેઠો. રાહુલ ચાહરે બાઉન્ડ્રી લાઇન પર શાનદાર કેચ પકડ્યો.

ત્યારબાદ સદીરા સમરવિક્રમા અને મિનોદે ઇનિંગ સંભાળી અને બીજી વિકેટ માટે 27 રનની પાર્ટનરશિપ કરી.

39 રન પર ટીમને બીજો ઝટકો લાગ્યો. સમરવિક્રમા 12 બોલ પર 8 રન બનાવીને આઉટ થયો. તેને વરુણ ચક્રવર્તીએ ક્લીન બોલ્ડ કર્યો.

55 રન પર શ્રીલંકન ટીમને ત્રીજો ઝટકો લાગ્યો. કેપ્ટન દાસુન શનાકા કુલદીપ યાદવની ઓવરમાં ફસાઈ ગયો અને સ્ટમ્પ આઉટ થઇ ગયો. તેણે 6 બોલ પર 3 રન બનાવ્યા.

12મી ઓવરમાં કુલદીપ યાદવ બોલિંગ કરી રહ્યો હતો. એ ઓવરના પહેલો બોલ મિનોદે ફરી એક વખતે મોટો શૉટ લગાવવાનો પ્રયત્ન કર્યો. બોલ ડીપ મિડ વિકેટ પર ગયો. ત્યાં ઊભા રાહુલ ચાહરે તેનો કેચ પકડ્યો. મિનોદ 31 બોલમાં 36 રન બનાવીને આઉટ થયો.

વાનિન્દુ હસારંગા 11 બોલ પર 15 રન બનાવીને આઉટ થયો. તે રાહુલ ચાહરની ઓવરમાં ભુવનેશ્વર કુમારને કેચ પકડાવી બેઠો. તેણે ધનંજય સાથે 20 બોલ પર 28 રનની પાર્ટનરશિપ કરી.

ચેતન સકારિયાએ રમેશ મેન્ડીશને ઋતુરાજના હાથે કેચ કરાવ્યો. તે 2 રન બનાવીને આઉટ થયો.

ભારત માટે સૌથી વધારે રન કેપ્ટન શિખર ધવને બનાવ્યા. તેણે 40 રનની ઇનિંગ રમી. એ સિવાય કોઈ પણ બેટ્સમેન 30થી વધારે રન બનાવી ન શક્યો. છેલ્લી 5 ઓવરમાં ભારતીય ટીમ માત્ર 38 રન જ બનાવી શકી અને 3 વિકેટ ગુમાવી. શ્રીલંકા તરફથી અકિલા ધનંજયે સૌથી વધારે 2 વિકેટ લીધી. એ સિવાય દુષ્મંથ ચમિરા, વાનિન્દુ હસારંગા અને દાસુન શનાકાને 1-1 વિકેટ મળી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp