RCBને મોટો ઝટકો, IPL 2020માંથી આ સ્ટાર ખેલાડી થયો બહાર, કોહલીનું ટેન્શન વધશે

PC: scroll.in

ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક IPLની આવનારી સીઝનમાં જોવા મળશે નહિ. તેના સાથી ખેલાડી ગ્લેન મેક્સવેલ અને ક્રિસ લિન એ 7 ખેલાડીઓમાં સામેલ છે, જેમની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે. IPLની આવનારી સીઝન માટેનું ઓકશન 19 ડિસેમ્બર ના રોજ કલકત્તામાં થવાનું છે.

29 વર્ષીય સ્ટાર્ક છેલ્લી વાર IPL 2015માં રોયલ ચેલેન્જર બેંગલોર તરફથી રમ્યો હતો. 2018ના ઓક્શનમાં કોલકત્તા નાઈટ રાઈડરે તેને 9.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પણ ઈજાને કારણે તે આખી ટૂર્નામેન્ટમાં બહાર રહ્યો હતો.

ત્યાર બાદ સ્ટાર્ક IPL 2019ના ઓકશન પહેલા જ ઈજાને કારણે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. અને તેણે ઓસ્ટ્રેલિયા માટે વિશ્વ કપ રમવાનું પસંદ કર્યુ હતું. IPL 2020 માટે 971 ખેલાડીઓની લિસ્ટમાં ઈંગ્લેન્ડના ટેસ્ટ ટીમના કેપ્ટન જો રૂટનું નામ પણ નથી.

ગ્લેન મેક્સવેલ અને ક્રિસ લિન IPL 2020 માટે તૈયાર છે. 19 ડિસેમ્બરે કલકત્તામાં થનારા ઓક્શનમાં કુલ 971 ક્રિક્રેટરો પર બોલી લગાવવામાં આવશે, જેમાં ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ 55 ખેલાડીઓને રજિસ્ટર કરવામાં આવ્યા છે. પણ ટીમો માટે માત્ર 73 જગ્યા ખાલી છે.

સતત 5મી વાર IPLમાંથી બહાર રહેશે સ્ટાર્કઃ

તમને જણાવી દઈએ કે, આ સતત 5મી વાર છે કે મિશેલ સ્ટાર્ક IPLમાં રમશે નહિ. 2016માં તે ઈજાને કારણે રમ્યો નહોતો. જ્યારે 2017માં તેણે IPLમાંથી તેનું નામ ખેંચી લીધુ હતું. 2018માં ઈજાને કારણે તે IPLથી દૂર રહ્યો હતો.

સ્ટાર્કે RCB તરફથી રમતા 27 મેચોમાં 20.38ના સરેરાશે કુલ 34 વિકેટો લીધી હતી. તેણે IPLની 2014 અને 2015ની સીઝનમાં ભાગ લીધો હતો. તેની શ્રેષ્ઠ બોલિંગ 15 રન આપીને 4 વિકેટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp