ઈંગ્લેન્ડના બેટ્સમેન જેસન રોયના મતે આ 2 ખેલાડીનું વર્લ્ડ કપમાં ન હોવું શરમજનક

PC: https://c.ndtvimg.com

સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ માનસિક સ્વાસ્થ કારણોસર અનિશ્ચિત સમય માટે ક્રિકેટથી બ્રેક લીધો છે.તો બીજી તરફ આર્ચરને કોણીમાં ફેકચર થવાના કારણસર ટીમથી બહાર નીકળી ગયો છે.

ઇંગ્લેન્ડ T20 વર્લ્ડ કપમાં પ્રથમ મેચ તા.23 ઓક્ટોબરે રમશે તેમનો સામનો વેસ્ટ ઇન્ડીઝ સામે છે. T20 વર્લ્ડક્પ અભિયાન શરુ થવાના પહેલા જ ઈંગ્લેન્ડના આક્રમક ઓપનર જેસન રોયનું એક નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમને જણાવ્યું છે કે T20 વર્લ્ડ કપમાં બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચર આ ટીમમાં નહી હોવું શરમ જનક છે. જોકે તેઓની ટીમ આ વર્લ્ડકપમાં ખુબ સારુ પ્રદર્શન કરવા કટિબદ્ધ છે. સ્ટાર ઓલ રાઉન્ડર અનિશ્ચિત સમય માટે ટીમની બહાર છે. ઇંગ્લેન્ડ ટીમ તેનો પ્રથમ મેચ તા.23 ઓક્ટોબરે રમશે.
આબુ ધાબી T20 લીગમાં દિલ્હી માટે રમતા જોસન રોય વર્ચ્યુલ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે હું એમ નહી કહું કે આ સમસ્યા છે પણ શરમજનક છે. પણ બન્ને હાલ સ્વાસ્થ થવાની રાહ પર છે. હરફનમૌલા સેમ કુરેન પણ આઇપીએલ દરમિયાન ઈજાના કારણે ટીમ બહાર છે તેના ભાઈ ટોમ કુરેન હાલ વૈકલ્પિક રીતે સામેલ કરવામાં આવ્યો છે. રોયે જણાવ્યું હતું કે જો તેમ પણ અત્યારે આ ટીમને ઊંડાઈ પૂર્વક જોઈએ તો ઇંગ્લેન્ડ પાસે ઘણા પ્રભાવશાળી ખેલાડી છે .ખેલાડીઓએ અભ્યાસ મેચમાં સારું પ્રદર્શન કર્યું છે,અને ઘણી મહેનત પણ કરી છે.આવા ખેલાડીઓને તક મળે તો સારું પ્રદર્શન કરશે અને તેઓ બધા પ્રતિભાશાળી છે.

બીજી બાજુ ભારતીય ક્રિકેટ ટીમે ટ્રોફી જીતવા માટે પ્રયત્નો શરૂ કરી દીધા છે. કેપ્ટન કૂલ ધોનીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમે તનતોડ મહેનત શરૂ કરી છે. જોકે, ટીમમાં કયા કયા ખેલાડી રમશે એ હજુ સામે આવ્યું નથી. હાર્દિક પંડ્યાને બોલિંગ કરાવવાને લઈને હજુ ચિત્ર ક્લીઅર થયું નથી. જોકે આ ટુર્નામેન્ટ માં કોહલીની કસોટી થશે એ નક્કી છે. હાલમાં દેશના તમામ ક્રિકેટ પ્રેમીનું ધ્યાન ભારત પાકિસ્તાન મેચ પર ટક્યું છે. અત્યાર સુધીમાં પાકિસ્તાન સામે કુલ પાંચ મેચ થઈ છે. જે પાંચેય પેચ ભારતે જીતી લીધી હતી. પાકિસ્તાન સામે રમવા હવે કંઈ રણનીતિ અપનાવી જીત મેળવશે એ ચર્ચા ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp