સુનિલ ગાવસ્કરના મતે આ કારણે ફ્લોપ થઈ રહ્યો છે શુભમન ગિલ

PC: google.com

યુવા ઓપનર શુભમન ગિલ ઇંગ્લેન્ડના પ્રવાસ માટે ભારતીય ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. શુભમન ગિલનું હાલનુ ફોર્મ ખૂબ જ ખરાબ રહ્યું છે એ છતા સિકલેક્ટર્સે આ ઓપનર બેટ્સમેન પર ભરોસો યથાવત રાખ્યો છે. ભારતના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે શુભમન ગિલના ખરાબ ફોર્મને લઇને મોટી વાત કહી છે. સુનિલ ગવસ્કરનું માનવું છે કે શુભમન ગિલ પાસે આશા વધી ગઈ છે, જેના કારણે તેના પ્રદર્શનમાં ઘટાડો થયો છે. સુનિલ ગાવસ્કરે સ્ટાર નેટરવર્ક સાથે વાતચીત કરતા કહ્યું હતું કે હું સમજુ છું કે શુભમન ગિલ પર અચાનક આશાઓનો દબાવ વધી ગયો છે.

તેમણે કહ્યું કે તે માત્ર એક યુવા અને આશાસ્પદ હતો, પરંતુ ઓસ્ટ્રેલિયામાં શાનદાર પ્રદર્શન બાદ તેની પાસે આશાઓ વધી ગઈ છે. કદાચ આજ કારણે તે સ્કોર કરી શકતો નથી. શુભમન ગિલને આરામની જરૂરિયાત છે. તે હાલમાં માત્ર 21 વર્ષનો છે. આ દરમિયાન નિષ્ફળતાઓ પણ આવશે અને તે તેનાથી શીખશે પણ. સારું કરવાના દબાવના કારણે તે લાઇનથી હટીને રન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ કારણે તે આઉટ થઈ રહ્યો છે. શુભમન ગિલે ભારતના ગત ઓસ્ટ્રેલિયાઈ પ્રવાસ પર પોતાનું ડેબ્યૂ કર્યું હતું.

પોતાની ડેબ્યૂ ટેસ્ટ સીરિઝમાં શુભમન ગિલે 259 રન બનાવ્યા હતા, જેમાં બે હાફ સેન્ચુરી સામેલ છે. તેણે મેલબર્ન, સિડની અને બ્રિસ્બેનમાં ભારતીય ટીમને સારી શરૂઆત અપાવી હતી, પરંતુ આ પ્રવાસ બાદ તેનું ફોર્મ ઘણું ખરાબ ચાલી રહ્યું છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ 4 મેચોની ઘરેલું ટેસ્ટ સીરિઝમાં શુભમન ગિલે માત્ર એક જ ફિફ્ટી લગાવી હતી. હાલમાં જ અનિશ્ચિત સમય માટે સ્થગિત થયેલી ઇન્ડિયન પ્રીમીયર લીગ (IPL)માં તે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની આશાઓ પર ખરો ઉતરી ન શક્યો.

શુભમન ગિલે 7 મેચમાં માત્ર 18.85ની એવરેજથી 132 રન બનાવ્યા. આ દરમિયાન તેના બેટથી એક પણ હાફ સેન્ચુરી ન નીકળી. આમ ગયા વર્ષે IPLમાં શુભમન ગિલનું પ્રદર્શન સારું રહ્યું હતું. શુભમન ગિલે IPLની 13મી સીઝનમાં 14 મેચમાં 33.84ની એવરેજથી 440 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની બેટથી 3 હાફ સેન્ચુરી નીકળી હતી. હવે જોવાનું એ રહ્યું કે ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન શુભમન ગિલ ભારતીય ટીમની આશાઓ પ્રમાણે ખરો ઉતરે છે કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp