સુરેશ રૈનાનું નિધન? જાણો શું છે સત્ય

PC: youtube.com

ભારતીય ટીમમાં વાપસી માટે કોશિશ કરી રહેલો સુરેશ રૈના આજકાલ એક ખાસ કારણે પરેશાન છે. વાત એવી છે કે, અમુક લોકોએ યુટ્યૂબ પર વીડિયો શેર કરીને સુરેશ રૈનાના એક્સિડન્ટની ખોટી ખબર ફેલાવી દીધી છે. વીડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે, સુરેશ રૈનાનું એક્સિડન્ટ થયું હતું અને તેનું નિધન થયું હતું. પરંતુ આ અફવાથી સુરેશ રૈના ખૂબ પરેશાન થઇ ગયો હતો.

સુરેશ રૈનાએ પોતાના ટ્વીટર પર ફેન્સને આ અફવાને નજરઅંદાજ કરવા માટે કહી હતી. તેણે ટ્વીટમાં કહ્યું હતું કે, છેલ્લા થોડા દિવસોથી યુટ્યૂબ પર મારી કારનું એક્સિડન્ટ થવાની ખબર ફેલાવવામાં વી રહી છે. આ ફેક ખબરથી મારી ફેમિલી અને મિત્રો ખૂબ જ પરેશાન છે.

રૈનાએ વધુમાં કહ્યું હતું કે, તમને બધાને નિવેદન છે કે, આ પ્રકારની ખબરોને નજરઅંદાજ કરશો. ઇશ્વારની કૃપાથી હું બિલકૂલ ઠીક છું. જે ચેનલોએ આ પ્રકારની અફવા ફેલાવી છે, તેમનો રિપોર્ટ કરવામાં આવ્યો છે. આશા છે કે, ટૂંક સમયમાં સખત કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp