આ ખેલાડી પર સસ્પેન્સ, ત્રીજી T20 માટે આવી હોય શકે છે ભારતીય ટીમની પ્લેઇંગ XI

PC: hindustantimes.com

ભારત અને શ્રીલંકા વચ્ચે હાલમાં 3 મેચોની T20 સીરિઝ ચાલી રહી છે. જેમાં બંને 1-1થી સીરિઝ પર બરાબર દાવો કરી રહી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની T20 ઇન્ટરનેશનલ સીરિઝની છેલ્લી અને નિર્ણાયક મેચ આજે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની છે. ભારતે 20 સભ્યોની ટીમમાંથી 9 ખેલાડીઓ બહાર થયા બાદ નેટ બોલર્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. સીરિઝની બીજી T20 ઇન્ટરનેશનલ મેચમાં ફાસ્ટ બોલર નવદીપ સૈની ઇજાગ્રસ્ત થઈ ગયો. એવામાં હવે તેની જગ્યાએ નેટ બોલરને ટીમમાં જગ્યા મળી શકે છે. કૃણાલ પંડ્યા બીજી T20 ઇન્ટરનેશનલ મેચ પહેલા કોરોના પરીક્ષણમાં પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ મેચને એક દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.

તેના ક્લોઝ કનેક્ટમાં આવેલા 8 ખેલાડીઓને પણ આઇસોલેટ કરી દેવામાં આવ્યો છે અને તે પણ હવે T20 સીરિઝની છેલ્લી મેચ નહીં રમી શકે. 5 બોલર્સ જે શ્રીલંકાના પ્રવાસે ગયા છે તેમાં અર્શદિપ સિંહ, ઇશાન પોરેલ, સંદીપ વોરિયર, સાઇ કિશોર અને સિમરજીત સિંહનું નામ સામેલ છે. નવદીપ સૈની ઇજાના કારણે છેલ્લી T20 ઇન્ટરનેશનલ મેચથી બહાર થઈ જાય છે તો તેની જગ્યાએ આ 5 નેટ બોલર્સમાંથી કોઈને ચાન્સ મળી શકે છે. આ રેસમાં સૌથી આગળ હાલમાં અર્શદિપ સિંહ નજરે પડી રહ્યો છે.

અર્શદિપે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી સીઝનના પહેલા ચરણમાં પંજાબ કિંગ્સ (PBKS) તરફથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. બીજી T20 ઇન્ટરનેશનલમાં ડેબ્યૂ કરનારો ચેતન સકારિયા પોતાની બોલિંગથી કંઈ ખાસ પ્રભાવિત કરી શક્યો નથી. તેણે 3.4 ઓવરમાં 34 રન આપીને માત્ર એક જ વિકેટ લીધી. જો હવે નવદીપ સૈની પ્લેઇંગ ઇલેવનથી બહાર થાય છે તો તેની જગ્યાએ અર્શદિપ સિંહને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.

શ્રીલંકાના પ્રવાસ પર બોલિંગ કોચ તરીકે ગયેલા પારસ મ્હામ્બ્રેએ કહ્યું હતું કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની મેડિકલ ટીમ ફાસ્ટ બોલર નવદીપ સૈની પર નજર રાખી રહી છે જેના ખભામાં શ્રીલંકા વિરુદ્ધ બીજી T20 મેચ દરમિયાન ઇજા થઈ ગઈ હતી.

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન:

ઋતુરાજ ગાયકવાડ, શિખર ધવન (કેપ્ટન), દેવદત્ત પડિક્કલ, સંજૂ સેમસન, નીતિશ રાણા, ભુવનેશ્વર કુમાર (ઉપકેપ્ટન), કુલદીપ યાદવ, રાહુલ ચાહર, નવદીપ સૈની/અરશદિપ સિંહ, ચેતન સકારિયા, વરુણ ચક્રવર્તી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp