IPLમા દિલ્હી ડેરડેવિલ્સે બદલ્યું ટીમનું નામ અને કેપ્ટન

PC: dailypioneer.com

ઇન્ડિયન પ્રીમિયર લીગની આવાનારી સિઝન પહેલા જ દિલ્હી ફ્રેન્ચાઇઝે તેનું નામ બદલી નાંખ્યું છે. હવે દિલ્હી ડેરડેવિલ્સની ટીમ દિલ્હી કેપિટલ્સ તરીકે ઓળખાશે. ટીમના નવા નામની ઘોષણા દિલ્હીમાં દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં દિલ્હી ફ્રેન્ચાઇઝી માલિક જીએમઆર ગ્રુપ અને જેએસડબલ્યુ સ્પોર્ટ્સ તરફથી કરવામાં આવી છે. દિલ્હીની ટીમ પ્રથમ સિઝનથી આઇપીએલમાં રમી રહી છે પરંતુ તે એકપણ વખત ચેમ્પિયન નથી બની અને એટલે જ હવે પોતની ટીમનું નામ અને લોગો બદલીને પોતાનું નસીબ ચકાસવાનું નક્કી કરી લીધું છે. 

દિલ્હીની ટીમે ટ્વિટર પર પોતાનું નામ બદલાયાની જાણકારી આપતા ટ્વિટ કરતા લખ્યું, 'દિલ્હીવાસીઓ, દિલ્હી કેપિટલ્સને હેલ્લો કહો.' આ ટ્વિટ દ્વારા ટીમે તેમનો નવો લોગો પણ રજૂ કર્યો. દિલ્હી કેપિટલ્સના લોગોમાં ત્રણ વાઘ જોવા મળી રહ્યા છે.

 

શ્રેયસ ઐયર બન્યો કેપ્ટન

દિલ્હી કેપિટલ્સે તેમનો કેપ્ટન પણ બદલી નાંખ્યો છે. 12મી સિઝનમાં શ્રેયસ ઐયર ટીમની કપ્તાની કરશે. છેલ્લી સીઝનમાં ટીમે ગૌતમ ગંભીરને કપ્તાનપદ સોંપ્યું હતું પરંતુ નબળા દેખાવ પછી તેણે કપ્તાન છોડી દીધી હતી. ગંભીર પછી દિલ્હી ટીમે ઐયરને કેપ્ટન બનાવ્યો છે. હવે ઐયર દિલ્હી કેપિટલ્સનો ફુલ ટાઇમ કેપ્ટન બન્યો છે. આઈપીએલ 2019 સિઝનમાં ડાબોડી બેટ્સમેન શિખર ધવન પણ દિલ્હી કેપિટલ્સ ટીમ દ્વારા રમતો જોવા મળશે. ધવન છેલ્લી સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમનો ભાગ હતો પરંતુ ટીમ સાથે સંબંધ તોડી તે હવે દિલ્હી ફ્રેન્ચાઇઝી સાથે જોડાઈ ગયો છે. ધવન આઈપીએલની પ્રારંભિક સિઝનમાં દિલ્હીની ફ્રેન્ચાઇઝી તરફથી જ રમતો હતો અને હવે તેણે ફરી આ ફ્રેન્ચાઇઝીમાં પુનરાગમન કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp