બીજી T20માં દ્રવિડે મેચ દરમિયાન 12મા ખેલાડીના હાથે ચિઠ્ઠી મોકલેલી, જાણો કેમ

PC: dnaindia.com

શિખર ધવનની આગેવાની વાળી ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં શ્રીલંકાના પ્રવાસે છે. હાલમાં બંને દેશો વચ્ચે ટી20 સીરિઝ રમાઇ રહી છે. જેમાં પહેલી મેચ ભારતે જીતી હતી. જોકે, બીજી મેચમાં ભારતે શ્રીલંકા સામે 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. તેની સાથે જ 3 મેચોની ટી20 સીરિઝ 1-1થી બરાબર થઇ ગઇ છે. બીજી મેચ ભલે લો સ્કોરિંગ રહી હતી, પણ મેચ રસપ્રદ બની હતી. આ મેચ દરમિયાન ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે 12માં ખેલાડીના હાથે મેદાન પર એક ચિઠ્ઠી મોકલી હતી.

આવું રાહુલ દ્રવિડે 18મી ઓવર ખતમ થયા પછી કર્યું હતું. જ્યારે શ્રીલંકાનો સ્કોર 6 વિકેટ પર 113 રન હતો અને વરસાદે બાધા પાડી હતી. ત્યાર પછી અંપાયર્સે બેલ્સ હટાવી દીધી અને પિચને ગ્રાઉન્ડમેને કવર કરી દીધી. જોકે વરસાદ જલદી રોકાઇ ગયો અને ઓવર્સ ઓછી કર્યા વિના રમત શરૂ થઇ ગઇ.

આ નાના બ્રેક દરમિયાન રાહુલ દ્રવિડ ડ્રેસિંગ રૂમની બહાર આવ્યો અને 12માં ખેલાડી સંદીપ વારિયરને ચિઠ્ઠી આપીને મેદાન પર ટીમને પાસે પહોંચાડવાનો ઇશારો કર્યો. આ ચિઠ્ઠીથી દ્રવિડે કદાચ ટીમને મેસેજ પહોંચાડ્યો હતો કે જો વરસાદના કારણે મેચ ન થઇ શકે તો ડકવર્થ લુઇસ નિયમ અનુસાર 18 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર કેટલો થવો જોઇએ.

જેના અનુસાર 18 ઓવર પછી શ્રીલંકા ટાર્ગેટથી 3 રન પાછળ હતું. પણ થોડી જ વારમાં મેચ શરૂ થઇ ગઇ અને ઓવર્સમાં કોઇ ફેરફાર થયો નહીં. ધનંજય ડિ સિલ્વા અને ચામિકા કરુણારત્નેએ ટીમને 4 બોલ પહેલા જ જીત અપાવી દીધી. સિલ્વાએ 34 બોલ પર 40 રન અને કરુણારત્નેએ 6 બોલ પર અણનમ 12 રન કર્યા હતા. આ પહેલા ભારતે નિર્ધારિત ઓવરમાં 5 વિકેટ પર 132 બનાવ્યા હતા. ભારત તરફથી કેપ્ટન શિખર ધવને સૌથી વધુ 40 રન બનાવ્યા.

જણાવી દઇએ કે બીજી ટી20 મેચ પહેલા કૃણાલ પંડ્યા પોઝિટિવ થતા તેને લીધે ટીમમાંથી કુલ 9 ખેલાડી સીરિઝમાંથી બહાર થઇ ગયા અને ત્યાર પછી ભારતીય ટીમે હારનો સામનો કરવો પડ્યો. હવે ખબર આવી છે કે નવદીપ સૈની આજની ત્રીજી અને અંતિમ મેચમાં રમી શકે એમ નથી. બીજી મેચમાં તે ફીલ્ડિંગ કરતા સમયે ઈજાગ્રસ્ત થયો હતો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp