કોરોના ઈફેક્ટ: ટોક્યો ઓલિમ્પિક પર લેવાયો મોટો નિર્ણય

PC: dailymail.co.uk

કોરોના વાયરસના કારણે ટોક્યો ઓલિમ્પિક 1 વર્ષ માટે ટાળી દેવામાં આવ્યું છે. આ જીવલેણ વાયરસના કારણે ઓલિમ્પિક પર પહેલેથી જ સંકટના વાદળો મંડરાયેલા હતા. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે ઓલિમ્પિક રમત માટે ખેલાડીઓને નહીં મોકલવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ આ ખેલમહાકુંભને 1 વર્ષ માટે ટાળી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઓલિમ્પિક રમતનું આયોજન 24 જુલાઈથી 9 ઓગસ્ટ 2020ની વચ્ચે થવાનું હતું. હવે ઓલિમ્પિક 2021માં થશે. કોવિડ-19ના કારણે વિશ્વ ભરમાં અત્યાર સુધીમાં 17000થી વધારે લોકોના મોત થયા છે. ઓલિમ્પિક રમત માટે જાપાનના સ્ટેડિયમ ખાસ્સા સમય પહેલાથી જ તૈયાર થઈ ગયા હતા અને મોટી સંખ્યામાં ટિકિટોનું વેચાણ પણ થઈ ગયું હતું.

જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબેએ કહ્યું કે, તેમણે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિને રમતને 1 વર્ષ માટે ટાળવાની અપીલ કરી હતી, જેના પર IOC સંમત થયા. માટે ઓલિમ્પિકને 1 વર્ષ માટે ટાળવાનો નિર્ણય લેવામાં આવ્યો.

જ્યારે IOCએ ઓલિમ્પિક રમતને સ્થગિત કરવાને લઈને કોઈ કડક પગલા નહોતા લીધા તો કેનેડાએ એલાન કર્યું હતું કે તે તેમના ખેલાડીઓને ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે નહીં મોકલે. તો ઓસ્ટ્રેલિયાએ પણ ચોખવટ કરી દીધી હતી કે તેઓ તેમના ખેલાડીઓને પણ નહીં મોકલે. તેમણે તેમના દેશના ખેલાડીઓને કહ્યું હતું કે તે સૌ 2021ને ધ્યાનમાં રાખીને ઓલિમ્પિક માટેની તૈયારી કરે.

સત્તાવાર આંકડા મુજબ, જાપાને અત્યાર સુધીમાં તૈયારીઓ પાછળ 12.6 અબજ ડોલર ખર્ચ કર્યા છે. કુલ અંદાજિત ખર્ચ તેના કરતા બે ગણો છે, જે આશરે 25 અબજ ડોલર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp