બોલ્ટે એવો કેચ પકડ્યો કે કોહલી, દર્શકો, અમ્પાયરો બધા રોબોટ બની ગયા, જુઓ વીડિયો

PC: iplt20.com

IPLની 11મી સિઝનનો ધમાકેદાર પ્રારંભ થઈ ગયો છે. આ વખતે તમામ ટીમ એકબીજા પર ભારે પડી રહી છે, ત્યારે આ IPLમા પણ અનેક અદભુતો કેચ જોવા મળ્યા હતા, જેમાંથી શનિવારની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી ડેરડેવિલ્સની મેચમાં અદભુત કેચ જોવા મળ્યો હતો. IPLની 19મી મેચમાં દિલ્હી ડેરડેવિલ્સના બોલર ટ્રેન્ટ બોલ્ટે બાઉન્ડ્રી પર વિરાટ કોહલીનો એવો કેચ પકડ્યો હતો કે વિરાટ કોહલી, અમ્પાયરો, દર્શકો અને બોલ બોય પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને થોડા સમય માટે તો બધા રોબોટ બની ગયા હતા.

બેંગ્લોરની ઈનિંગ દરમિયાન 11મી ઓવરમાં હર્ષલ પટેલે વિરાટ કોહલીને ફૂલટોસ બોલ આપ્યો હતો, જેને કોહલીએ સિક્સ માટે ફટકારી દીધો હતો. એવું લાગી રહ્યું હતું કે આ બોલ બેકવર્ડ સ્ક્વેર લેગ પર ઉપરથી નીકળી જશે, પરંતુ બોલ્ટે બાઉન્ડ્રી પર બોલને એવી રીતે પકડી લીધો કે તમામ હેરાન થઈ ગયા હતા. આ કેચને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી, તેના માટે તો વીડિયો જ જોવો પડે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp