લાઈવ મેચમાં ધોની-પંતે લૂંટી મહેફિલ, કેમેરામેને 36 સેકન્ડ સુધી ન હટાવ્યું ફોકસ

PC: crictracker.com

ICC T20 વર્લ્ડ કપમાં પોતાના અભિયાન પહેલા ભારતીય ટીમે બીજી વોર્મ અપ મેચ ઓસ્ટ્રેલિયા સાથે મેચ રમી હતી. ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા 152નો સ્કોર બનાવ્યો હતો જ્યારે ભારતીય ટીમે આ મેચ 9 વિકેટે જીતી લીધી હતી. આ મેચમાં ભારતીય બોલરો સિવાય બહાર બેઠેલા મહેન્દ્ર સિંહ ધોની અને રિષભ પંતે પણ મહફિલ લૂંટવામાં કોઈ કસર ન છોડી. લાઈવ મેચ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની પોતાના શિષ્ય રિષભ પંતને કીપિંગ પ્રેક્ટિસ કરાવતો નજરે પડ્યો હતો.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જ્યારે મહેન્દ્ર સિંહ ધોની રિષભ પંતને પ્રેક્ટિસ કરાવી રહ્યો હતો તો કેમેરમેને પણ સંપૂર્ણ ફોકસ મેચથી હટાવીને માત્ર આ બંને પર જ રાખ્યું અને આ સિલસિલો 36 સેકન્ડ સુધી ચાલતો રહ્યો. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચમાં ભારતીય ટીમના મેન્ટર મહેન્દ્ર સિંહ ધોની ખૂબ જ એક્ટિવ દેખાયો અને આ દરમિયાન તે હાર્દિક પંડ્યા, ઇશાન કિશનથી લઈને રિષભ પંત સાથે સમય વિતાવતો નજરે પડ્યો હતો.

મહેન્દ્ર સિંહ ધોની આ સંપૂર્ણ વર્લ્ડ કપ દરમિયાન એક પણ રૂપિયો લીધા વિના ભારતીય ટીમના મેન્ટરની ભૂમિકા ભજવશે. એવામાં ફેન્સ આશા વ્યક્ત કરી રહ્યા છે કે ભારતીય ટીમ 14 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ જરૂર જીતશે. જો આ મેચની વાત કરીએ તો વિરાટ કોહલી બોલિંગ કરતો પણ દેખાયો. એ સિવાય રોહિત શર્માએ વરુણ ચક્રવતીને પણ અંતની ઓવરમાં માત્ર 2 ઓવર જ બોલિંગ કરાવી. આ મેચમાં શાર્દૂલ ઠાકુરને પણ બોલિંગ કરતો નજરે પડ્યો જે આગામી મેચોને લઈને સારા સંકેત છે.

બીજી વોર્મ-અપ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ સ્ટીવ સ્મિથ 57 (48 બોલ) માર્કસ સ્ટોઈનિસ નોટઆઉટ 41 (25 બોલ) અને મેક્સવેલ 37 (28 બોલ)ની મદદથી 5 વિકેટ ગુમાવીને સીમિત 20 ઓવરમાં 152 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે 153 રનના લક્ષ્યનો પીછો કરતા 17.5 ઓવરમાં એક વિકેટ ગુમાવીને મેચ પોતાના નામે કરી લીધી હતી. જેમાં રોહિત શર્મા (60 રન), કે.એલ. રાહુલ (39 રન), સૂર્યકુમાર યાદવ નોટ આઉટ (38 રન) અને હાર્દિક પંડ્યાએ નોટઆઉટ (14 રન) બનાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp