દેશ માટે દોડશે ગુજરાતના આ બે પોલીસકર્મી

PC: intoday.in

અમદાવાદમાં કાર્યરત ગુજરાત પોલીસના બે કર્મચારીઓ ગુજરાત અને દેશને અનન્ય સન્માન અપાવ્યું છે કારણ કે ‘યુરોપિયન માસ્ટર્સ ગેમ્સ’માં અમદાવાદના આ પોલીસકર્મીઓનું સિલેક્શન થયું છે. જે બાબતને લઈને ગુજરાત પોલીસ અને અમદાવાદના પોલીસોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા રોહિતસિંહ વાઘેલા અને હરપાલસિંહ વાઘેલા પાછલા અનેક વર્ષોથી અમદાવાદ પોલીસમાં નિષ્ઠાપૂર્વકની ફરજ બજાવે છે. આ બંને પોલીસકર્મી આગામી સમયમાં ઈટાલીમાં યોજાનારા ‘યુરોપિયન માસ્ટર્સ ગેમ્સ’માં ભાગ લેશે. તમને જણાવી દઈએ કે આ ગેમ્સ માટે ભારતમાંથી માત્ર ત્રણ પોલીસનું સિલેક્શન થયું છે, જેમાં બે પોલીસકર્મીઓ ગુજરાત પોલીસના છે.

વાસણા પોલીસ સ્ટેશનના ASI હરપાલસિંહ વાઘેલા અને સરખેજ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રોહિતસિંહ વાઘેલા અત્યાર સુધીમાં અનેક સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને મેડલ્સ જીતી આવ્યા છે. આ પહેલા આ બંને પોલીસકર્મીઓ મલેશિયા અને સિંગાપોરમાં થયેલી એશિયા લેવલની મેચોમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરી આવ્યા છે. અત્યાર સુધીમાં આ બંને ખેલાડીઓ ભારત માટે વીસેક જેટલા મેડલ્સ લઈ આવ્યા છે, જેમાં નવ ગોલ્ડ મેડલ્સનો પણ સમાવેશ થાય છે.   

આશા રાખીએ કે આગામી સમયમાં ઈટાલીમાં યોજાનારી ‘માસ્ટર્સ ગેમ્સ’માં પણ આ બંને પોલીસકર્મીઓ પોતાનો ડંકો વગાડી આવે અને ગુજરાત પોલીસ સહિત ભારતનું નામ રોશન કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp