26th January selfie contest

ત્રીજી ટેસ્ટમાં તૂટ્યું ટેસ્ટ સીરિઝ જીતવાનું સપનું? કોહલીએ જણાવ્યું હારનું કારણ

PC: BCCI

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સીરિઝ જીતવાનું સપનું તૂટવાનો દોષ ભારતીય ટીમની ખરાબ બેટિંગને આપતા શુક્રવારે કહ્યું હતું કે તે આ સિવાય કોઈ બીજું કારણ જોઈ રહ્યો નથી. દક્ષિણ આફ્રિકાની ટીમ સામે ત્રીજી અને અંતિમ ટેસ્ટ સીરિઝ જીતવા માટે 212 રનનું લક્ષ્ય હતું જે તેણે 3 વિકેટ ગુમાવીને મેળવી લીધું હતું સાથે જ સીરિઝ 2-1થી પોતાના નામે કરી લીધી. ભારતીય ટીમ અત્યાર સુધી દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સીરિઝ જીતી શકી નથી.

ભારતીય ટીમે સેન્ચુરિયનમાં પહેલી ટેસ્ટ મેચ 113 રનથી જીતીને શાનદાર શરૂઆત કરી હતી પરંતુ જોહાનિસબર્ગમાં બીજી મેચ 7 વિકેટે હારી ગઈ હતી. દક્ષિણ આફ્રિકાએ ત્રીજી ટેસ્ટને પણ આ જ માર્જિનથી જીતીને ભારતીય ટીમના પહેલી વખત ટેસ્ટ સીરિઝ જીતવાના સપનાને તોડી દીધું. મેચ બાદ પોસ્ટ પ્રેઝન્ટેશન દરમિયાન વિરાટ કોહલીએ કહ્યું કે બેટિંગ ટીમની નબળી કડી સાબિત થઈ અને એ સિવાય તે કોઈ બીજી વસ્તુ પર ઠિકારો ફોડી નહીં શકાય.

વિરાટ કોહલીએ કહ્યું કે આ બેટિંગ જ હતી (જેના કારણે હાર્યા) એ સિવાય કોઈ અન્ય પહેલું પર સવાલ ઉઠાવી શકીએ નહીં. લોકો ફાસ્ટ બોલિંગ અને ઉછાળ બાબતે વાત કરે છે તેમની (દક્ષિણ આફ્રિકાના બોલર) લંબાઈ જોતા તેઓ 3 ટેસ્ટ મેચોમાં વિકેટથી વધારે મદદ મેળવવામાં સક્ષમ રહ્યા. મહત્ત્વપૂર્ણ ક્ષણોમાં એકાગ્રતાની અછતની કિંમત આપણને ચૂકવવી પડી. વિરોધી ટીમ એ ક્ષણોને પોતાના નામે કરવામાં સફળ રહી. દક્ષિણ આફ્રિકાના બોલર અમારા પર ઘણા સમય સુધી દબાવ બનાવી રાખવા અમને ભૂલ કરવા માટે મજબૂર કરવામાં સફળ રહ્યા.

તેણે આગળ કહ્યું કે તેઓ આ પરિસ્થિતિઓને સારી રીતે સમજે છે. ભારતીય ટીમ બીજી ઇનિંગમાં રિષભ પંતની સદી બાદ પણ 198 રન જ બનાવી શકી જેથી દક્ષિણ આફ્રિકાને વધારે લક્ષ્ય ન મળ્યું. બેટિંગમાં સુધાર કરવાની જરૂરિયાત છે. સીરિઝ દરમિયાન ઘણી વખત અમારા એક બેટ્સમેનના આઉટ થયા બાદ કેટલીક વિકેટ પડી. એ સારી વસ્તુ નથી. જાહેર છે કે તેનાથી ઘણો નિરાશ છું. અમને ખબર છે કે એક ટીમ તરીકે અમે કેટલી લાંબી મુસાફરી નક્કી કરી છે.

 

લોકો એવી આશા રાખી રહ્યા હતા કે અમે દક્ષિણ આફ્રિકાને તેના ઘર આંગણે હરાવી શકીએ છીએ અને અમારી પાછલી સફળતાનોના પુરાવા છે. આ વખત અમે એવું કરી શક્યા નહીં અને આ જ હકીકત છે. તેને સ્વીકારીને વધુ સારા ક્રિકેટરો તરીકે વાપસી કરીશું. અમે આ સીરિઝનો શ્રેય દક્ષિણ આફ્રિકન ટીમને પણ આપવા માગીશું. આ બધા માટે શાનદાર ટેસ્ટ સીરિઝ રહી. આ સખત મહેનતવાળી સીરિઝ રહી. પહેલી મેચ શાનદાર રહી હતી પરંતુ દક્ષિણ આફ્રિકાએ આશ્ચર્યજનક રૂપે સારું પ્રદર્શન કર્યું. બંને ટેસ્ટમાં તેણે જીત મેળવી. તેઓ મુશ્કેલ પરિસ્થિતિઓમાં બોલથી સારું પ્રદર્શન કરવામાં સક્ષમ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp