ઓસ્ટ્રેલિયન ખેલાડી સેમ હાર્પર એવી રીતે આઉટ થયો કે તેનો વીડિયો વાયરલ થયો

PC: crictracker.com

ક્રિકેટના મેદાન પર તમે બેટ્સમેનોને ઘણી રીતે આઉટ થતાં જોયા હશે, પરંતુ ઓસ્ટ્રેલિયાની ઘરેલુ ટુર્નામેન્ટ માર્શ કપમાં થર્ડ અમ્પાયરે એક બેટ્સમેનને અનોખી રીતે આઉટ કર્યો આઉટ આપ્યો તેને જોઈને તમને કદાચ વિશ્વાસ નહીં થાય. વિક્ટોરિયા અને સાઉથ ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી મેચમાં સેમ હાર્પરને ફિલ્ડર દ્વારા થ્રો કરવા દરમિયાન સ્ટમ્પ્સ સામે મળી આવતા અમ્પાયરે તેને આઉટ આપી દીધો હતો. થર્ડ અમ્પાયરના આ નિર્ણયે ક્રિકેટ જાણકારો વચ્ચે નવી ચર્ચાને જન્મ આપી દીધો છે.

ઉલ્લેખનીય છે કે આ ઘટના વિક્ટોરિયા ટીમની બેટિંગના સમયનો છે, જ્યારે સેમ હાર્પરે ડેન વૉરેલના બોલને સામેની તરફ રમ્યો અને બોલરે પોતાના ફોલોથ્રૂમાં બોલને પકડીને વિકેટ તરફ ફેક્યો. પીચ આગળ ઊભા હાર્પર પોતાની વિકેટના બચાવ માટે સ્ટમ્પ સામે આવી ગયો અને બોલ પણ તેના પેડ પર જઈને લાગ્યો. ત્યારબાદ સાઉથ ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન ટ્રેવિડ હેડ સહિત બધા ખેલાડીઓએ તેને લઈને અપીલ કરી. ઓન ફિલ્ડ અમ્પાયર્સ વચ્ચે ઘણા સમય સુધી ચર્ચા બાદ આ નિર્ણયને થર્ડ અમ્પાયર પર મોકલવામાં આવ્યો.

ત્યાં રિપ્લેમાં જોવા મળ્યું કે હાર્પર બોલ આવતી વખતે સ્ટમ્પની એકદમ સામે ઊભો હતો, જેના કારણે તેને આઉટ આપી દેવામાં આવ્યો હતો. હાર્પર જ્યારે અજીબોગરીબ રીતે આઉટ થયો, ત્યારે એન્ડ્ર્યુ સાયમંડ્સ કમેન્ટ્રી બોક્સમાં હતો. તેણે ઓબસ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડનું શાનદાર ઉદાહરણ ગણાવ્યું. એ સિવાય તેમણે સાઉથ ઓસ્ટ્રેલિયાના બોલર વૉરેલના પ્રેઝેન્સ ઓફ માઈન્ડના વખાણ પણ કર્યા હતા. જોકે ક્રિકેટમાં આ પહેલી વખતે નથી, જ્યારે કોઈ બેટ્સમેનને એ રીતે આઉટ આપી દેવામાં આવ્યો હોય.

આ પહેલા વર્ષ 2006મા ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી વન-ડે સીરિઝ દરમિયાન ઇન્ઝમામ ઉલ હકને સુરેશ રૈનાના થ્રોને બેટથી મારવાના કારણે તેને આઉટ આપી દેવામાં આવ્યો હતો. નિયમો મુજબ જો કોઈ બેટ્સમેન જાણીજોઇને ફિલ્ડિંગમાં ખલેલ નાખતા જોવા માટે તો તેને આઉટ આપવામાં આવવો જોઈએ.

શું હોય છે ઓબસ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ?

હવે સવાલ એ છે કે શું હોય છે ઓબસ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ? તો મેરિલેબોન ક્રિકેટ ક્લબના નિયમો અનુસાર કોઈ પણ બેટ્સમેન ઓબસ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ હોય છે અને જો તે બોલને રમ્યા બાદ જાણીજોઇને વિપક્ષી ટીમના ફિલ્ડર્સના કામમાં બધા નાખે કે પોતાના શબ્દો કે એક્શનથી તેનું ધ્યાન ભટકાવે. તો તેને ઓબસ્ટ્રક્ટિંગ ઘ ફિલ્ડ કહેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp