કોહલીને 'વિરાટ' બેટ્સમેન બનાવનાર કોચ શર્માને મળી મહત્ત્વની જવાબદારી

PC: thehindu.com

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્માને ICC ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટ માટે માલ્ટાની રાષ્ટ્રીય ટીમનો કોચ તરીકેની જવાબદારી સોંપવામાં આવશે. રાજકુમાર શર્માએ કહ્યું કે, સ્પેનમાં 29થી 31 માર્ચ સુધી ICC ની ત્રણ દેશોની ડિવિઝનલ ટૂર્નામેન્ટ રમાશે, જેમાં માલ્ટા, એસ્ટોનિયા અને યજમાન સ્પેન ભાગ લઇ રહ્યું છે. અત્યારની પરિસ્થિતિ અનુસાર હું ટીમનો પ્રભારી રહીશ.

દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા રાજકુમાર શર્મા જો કે તેમને દિલ્હી ટીમની કમાન નહીં સોપવા બાબતની નારાજગી છુપાઇ શક્યા ન હતા. તેમણે કહ્યું કે, પાછલા 18 વર્ષથી જૂનિયર કોચ અને પસંદગીકાર હોવાના નાતે મને અપેક્ષા હતી કે DDCA મને સિનિયર રણજી ટીમમાં કામ કરવાનો મોકો મળશે વિરેન્દ્ર સહેવાગ, આકાશ ચોપડા, રાહુલ સંઘવી અને ગૌતમ ગંભીરની પેનલે મને સક્ષમ ન માન્યો. આ ત્યારે થયું જ્યારે મારા માર્ગદર્શન હેઠળ અંડર-23 ટીમ સીકે નાયડુ ટ્રોફી જીતી છે.

રાજકુમાર શર્માએ કહ્યું કે, સ્પેનમાં રમાનારી આ ટૂર્નામેન્ટનું સ્તર ભલે ઉંચુ ન હોય પરંતુ આ મારા માટે એક પડકાર છે. ઉલ્લેખનીય છે કે રાજકુમાર શર્મા પહેલા ઓફ સ્પિનર હતા જેમને ‘દુસરા’નો ઉપયોગ કર્યો હતો. શર્મા દિલ્હી તરફથી 9 મેચ રમ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp