સદી વગર વિરાટ કોહલીના 1000 દિવસ પૂરા, ઈંગ્લેન્ડની બાર્મી આર્મીએ કર્યો ટ્રોલ

PC: sportskeeda.com

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સદી ફટકાર્યાને આજે 1000 દિવસ થઈ ગયા છે. વિરાટ કોહલીની છેલ્લી આંતરરાષ્ટ્રીય સદી 23 નવેમ્બર 2019ના રોજ બનાવવામાં આવી હતી. ત્યારે તેણે બાંગ્લાદેશ સામે કોલકાતા ટેસ્ટ મેચના બીજા દિવસે 136 રન બનાવ્યા હતા. આંતરરાષ્ટ્રીય સ્તરે વિરાટ કોહલીની આ 70મી સદી હતી.

વિરાટ કોહલીએ સદી વગર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1000 દિવસ પૂરા કર્યા પછી ઇંગ્લેન્ડની બાર્મી આર્મીએ આ ભારતીય બેટ્સમેનને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. બાર્મી આર્મીએ ટ્વિટ કર્યું, '1000 દિવસ.'

જો કે, આ ટ્વીટ કરવું બર્મી આર્મીને ભારે પડી ગયું હતું અને ભારતીય ચાહકોએ તેમની ઉગ્ર ઝાટકણી કાઢી હતી. એક પ્રશંસકે લખ્યું કે, 3,532 દિવસથી ઈંગ્લેન્ડે તેની ધરતી પર ભારત સામે કોઈ શ્રેણી જીતી નથી. જ્યારે, એક ચાહકે ODI ક્રિકેટમાં કોઈપણ અંગ્રેજ બેટ્સમેનના એક ચોક્કસ આંકડા પર કટાક્ષ કર્યો.

વિરાટ કોહલી ભલે લાંબા સમયથી સદી ફટકારી શક્યો ન હોય, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેનો રેકોર્ડ ઘણો જ શાનદાર છે. વિરાટ કોહલી હાલમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદીઓની યાદીમાં ત્રીજા સ્થાને છે. આ મામલામાં તે બીજા નંબર પર રહેલા રિકી પોન્ટિંગથી માત્ર એક સદી પાછળ છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી: સચિન તેંડુલકર- 664 મેચોમાં 34357 100 સદી, રિકી પોન્ટિંગ- 560 મેચ, 27483 રન, 71 સદી, વિરાટ કોહલી- 463 મેચ, 23726 રન, 70 સદી, કુમાર સંગાકારા- 594 મેચ, 28016 રન 63 સદી, જેક કાલિસ- 519 મેચ, 25534 રન, 62 સદી.

છેલ્લા 2-3 વર્ષમાં વિરાટ કોહલીની આઉટ થવાની સ્ટાઇલ ઘણી સમાન રહી છે. કોહલી દરેક વખતે ઓફ-સ્ટમ્પની બહાર જતી બોલને અડકવાની ભૂલના કારણે આઉટ થયો છે. ખાસ કરીને કવર ડ્રાઈવ રમવું તેને ખૂબ જ ભારે પડ્યું છે. જો કે, અગાઉ વિરાટ કોહલીએ આવા શોટ પર ઘણા રન બનાવ્યા છે, પરંતુ જ્યારે ફોર્મ ખરાબ હોય છે ત્યારે ખેલાડીથી ભૂલ થઇ જ જાય છે.

વિરાટ કોહલીને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં આરામ આપવામાં આવ્યો હતો. ઉપરાંત, તે વર્તમાન ઝિમ્બાબ્વે પ્રવાસમાં પણ ટીમનો ભાગ નથી. હવે કોહલી એશિયા કપ દ્વારા સીધો જ ટીમમાં પ્રવેશ કરશે. એશિયા કપ આ મહિનાની 27 તારીખથી શરૂ થઈ રહ્યો છે અને તે 11 સપ્ટેમ્બર સુધી ચાલશે. તે ટુર્નામેન્ટમાં ભારતે તેની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp