વિરાટ-અનુષ્કાના ઘરે નથી કોઈ નોકર, પોતે જ સર્વ કરે છે ખાવાનું, જાણો બીજી ખાસિયતો

PC: dnaindia.com

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પોતાના અગ્રેસીવ બિહેવિયરના કારણે જાણીતો છે. વિપક્ષી ટીમનો કોઈ પણ ખેલાડી મેદાન પર તકરાર કરવા માંગતો નથી. તેમને ખબર છે કે જો તેઓ એમ કરશે તો વિરાટ કોહલી ખતરનાક થઈ જશે અને બેટથી જવાબ આપશે. ઓન-ફિલ્ડ બિહેવિયરના કારણે વિરાટ કોહલીની મોટાભાગે સોશિયલ મીડિયામાં નિંદા પણ થાય છે. જોકે મેદાન બહાર કોહલી ડાઉન ટૂ અર્થ છે. આ વાતનો ખુલાસો કેટલાક પૂર્વ અને વર્તમાન ક્રિકેટર પણ કરી ચૂક્યા છે.

પૂર્વ ભારતીય ક્રિકેટર અને સિલેક્ટર શરણદીપ સિંહે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, વિરાટ કોહલી વિનમ્ર સ્વભાવનો છે. શરણદીપે અંગ્રેજી વેબસાઇટ સ્પોર્ટ્સ કિડાને જણાવ્યું હતું કે, ટીમ મીટિંગમાં જ્યારે વિરાટ કોહલી જાય છે તો તે એક દોઢ કલાક સુધીની હોય છે. તે એક સારો શ્રોતા છે. મને નથી ખબર કે લોકો તેની બાબતે શું વિચારે છે. પૂર્વ ઓફ સ્પિનરે જણાવ્યું કે જો તમે વિરાટ કોહલીને મેચમાં જુઓ તો હંમેશા ચાર્જ-અપ રહે છે. એમ લાગે છે કે ઘમંડી છે અને કોઇની વાત નથી માનતો, પરંતુ એવું નથી.

તેમણે કહ્યું કે, ‘કોહલી ખૂબ જ ડાઉન ટૂ અર્થ છે. તે બધાની વાત સાંભળે છે અને અંતે નિર્ણય લે છે. તે આગળ કહે છે કે વિરાટ કોહલીના ઘરમાં એક પણ નોકર નથી. તે અને તેની પત્ની અનુષ્કા શર્મા જ બધાને ખાવાનું સર્વ કરે છે. તેનાથી વધારે તમે શું ઈચ્છો છો? વિરાટ કોહલી હંમેશા તમારી સાથે બેસશે, તમારી સાથે વાતો કરશે અને તમારી સાથે ડિનર પર જશે. શરણદીપ જણાવે છે કે બધા ખેલાડી વિરાટ કોહલીનું સન્માન કરે છે. તે ડાઉન ટૂ અર્થ છે અને મજબૂત ઇચ્છાશક્તિવાળો માણસ છે.

તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન ટેસ્ટ સીરિઝની પહેલી મેચ બાદ પેટરનિટી લિવ લઈને તેમના પહેલા બાળક માટે ઘરે આવતો રહ્યો હતો. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા 11 જાન્યુઆરીના રોજ પહેવાર માતા-પિતા બન્યા, જ્યારે તેમના ઘરે એક બાળકીનો જન્મ થયો. વિરાટ અને અનુષ્કાએ પોતાની દીકરીનું નામ વામિકા રાખ્યું છે. વામિકા સ્પષ્ટ છે કે આ નામ વિરાટના નામનો શરૂઆતી અક્ષર વ અને અનુષ્કાનો નામનો છેલ્લો અક્ષર કને જોડીને રાખવામાં આવ્યું છે. વિરાટ કોહલી હાલમાં ઈંગ્લેન્ડ સાથેની સીરિઝમાં બીઝી છે તો અનુષ્કાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા છેલ્લીવાર શાહરુખ ખાન સાથેની ફિલ્મ Zero’મા નજરે પડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp