કોહલી ઈજાગ્રસ્ત, નહીં રમે ઈંગ્લેન્ડમાં

PC: iplt20.com

ટીમ ઇન્ડિયાના સ્ટાર કેપ્ટન વિરાટ કોહલીને ડૉક્ટરોએ આરામ કરવાની સલાહ આપી છે. કોહલીને IPLની મેચ દરમિયાન નેક ઇન્જરી થઈ હતી, જેને કારણે તે હવે ઈંગ્લેન્ડમાં કાઉન્ટી નહીં રમી શકે. BCCIએ ડૉક્ટરોની સલાહ પર આ નિર્ણય લીધો છે. હવે 15 જૂનના રોજ કોહલીનો ફિટનેસ ટેસ્ટ થશે. રિપોર્ટ્સ મુજબ બુધવારના રોજ કોહલી મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં તપાસ માટે ગયો હતો.

રિપોર્ટ્સ મુજબ વિરાટ કોહલી IPLની સનરાઇઝર્સ હૈદરાબાદની મેચમાં ફીલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. આ મેચ 17 મેના રોજ રમાઈ હતી. ઈજા બાદ ડૉક્ટરોએ તેને આરામ કરવાની સલાહ આપી હતી. ત્યારબાદ BCCIની મેડિકલ ટીમે કોહલીને ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ન રમવાની સલાહ આપી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp