ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો: વોર્નર સહિત આ બે ખેલાડીઓ વનડે અને ટી-20 સીરિઝમાંથી આઉટ

PC: cricket.com.au

ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર ભારત સામેની અંતિમ વનડે અને ટી-20 સીરિઝથી બહાર થઇ ગયો છે. એક તરફ આ ઓસ્ટ્રેલિયા માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે તો બીજી તરફ ભારત માટે મોટી રાહત સમાન સમાચાર છે. રવિવારે સિડનીમાં બીજી વનડે દરમિયાન ગ્રોઇન ઇન્જરીને કારણે વોર્નર મેદાનની બહાર થઇ ગયો હતો.

ડેવિડ વોર્નર હવે બુધવારે કેનબરામાં રમાનારી ત્રીજી વનડે ઉપરતાં ત્યારબાદ રમાનારી ટી-20 સીરિઝમાંથી પણ બહાર થઇ ગયો છે. 17 ડિસેમ્બરથી શરૂ થનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સુધી ઇન્જરીમાંથી બહાર નીકળવા માટે વોર્નર રિહૈબ પ્રક્રિયામાંથી પસાર થશે. ડેવિડ વોર્નર ઉપરાંત, પેટ કમિન્સ પણ ભારત સામેની ઓસ્ટ્રેલિયાની બાકીની વનડે અને ટી-20 સીરિઝમાંથી બહાર થઇ ગયો છે. ડાર્સી શોર્ટને ટી-20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ટી-20 સીરીઝની પહેલી મેચ 4 ડિસેમ્બરે રમાશે. બીજી અને ત્રીજી મેચ 6 અને 8 ડિસેમ્બરે યોજાશે.

પેટ કમિન્સને જો કે, કોઇ ઇજા નથી. એડિલેડ ઓવલમાં રમાયેલી ડે-નાઇટ ટેસ્ટ પહેલા તેને આરામ આપવામાં આવ્યો છે. તે સતત રમી રહ્યો હતો. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ઈંગ્લેન્ડના ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ તે આઈપીએલમાં ઉતર્યો હતો. તેણે વર્તમાન શ્રેણીની બંને વનડે મેચમાં ટીમની બોલિંગ સંભાળી હતી. કોચ જસ્ટિન લેન્ગરે કહ્યું, ટેસ્ટ શ્રેણી માટેની અમારી યોજનાઓ માટે પેટ અને ડેવી મહત્વપૂર્ણ છે.

ભારતીય ઇનિંગની ચોથી ઓવરમાં બોલ રોકવા માટે ડાઇવ માર્યા બાદ વોર્નરને ઉભા થવામાં તકલીફ પડી હતી, ત્યારબાદ તે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી બહાર નીકળી ગયો હતો. આ વરિષ્ઠ ખેલાડીને સ્કેન માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. વોર્નર બોલને રોકવા માટે કૂદી પડ્યો હતો અને જે રીતે તે પડ્યા બાદ તેને ગ્રોઇન ઇન્જરી થઇ હતી. તે જ સમયે જ લાગ્યું હતું કે તે માત્ર અંતિમ વનડેમાં જ નહીં પરંતુ ત્યારબાદની ત્રણ મેચની ટી -20 શ્રેણીમાં પણ રમી શકશે નહીં. મિડ ઓફ પર ઇજાગ્રસ્ત થતાં પહેલાં, વોર્નરે ઓસ્ટ્રેલિયાની ચાર વિકેટે 389 રન દરમિયાન 83 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp