2007 વર્લ્ડ કપને લઈ યુવરાજે આપ્યું ચોંકાવનારું નિવેદન, ધોનીને લઈ કહી આ વાત

PC: theweek.in

ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ગોલ્ડન સફરની શરૂઆત 2007 T20 વર્લ્ડ કપને જીતવાની સાથે થઈ હતી. તે વર્લ્ડ કપને ધોનીએ એક યુવા ટીમ સાથે જીતીને સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતું. પરંતુ હવે ટીમને વર્લ્ડ કપ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવનારા પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ધોનીના જ સાથી ટીમ મેટ રહેલા યુવરાજ સિંહે 2007 વર્લ્ડ કપને લઈને હવે એક મોટું નિવેદન આપ્યું છે. યુવરાજે કહ્યું કે, તે 2007 T20 વર્લ્ડ કપ ટીમનો કેપ્ટન બનવાની આશા રાખી રહ્યો હતો, પરંતુ સિલેક્ટર્સે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં માત્ર 3 વર્ષ પહેલા આવેલા ધોની પર વિશ્વાસ દર્શાવ્યો હતો. 22 યાર્ન પોડકાસ્ટમાં યુવરાજે કહ્યું કે, ભારત 50 ઓવરના વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયુ હતું. એટલું જ નહીં, વચમાં દક્ષિણ આફ્રિકા અને આયર્લેન્ડની સાથે એક મહિનાનો પ્રવાસ પણ હતો. આ ઉપરાંત, T20 વર્લ્ડ કપનો મહિનો પણ હતો, આથી ખેલાડીઓએ ઘરેથી ચાર મહિના માટે દૂર રહેવાનું જ હતું.

યુવરાજ સિંહે આગળ વાત કરતા કહ્યું કે, કદાચ સીનિયર્સે વિચાર્યું હશે કે આટલું ક્રિકેટ રમ્યા બાદ હવે બ્રેકની જરૂર છે અને આથી કોઈએ પણ T20 વર્લ્ડ કપને ગંભીરતાથી ના લીધો. તે સમયમાં સચિન તેંદુલકર, સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડ જેવા બેટ્સમેનનો સમય હતો. પરંતુ આ તમામ જાણીતા સ્ટાર્સ આ ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું લઈ ચુક્યા હતા અને એવામાં ભારતે પોતાની એક એકદમ યુવા ટીમ ઉતારી હતી.

યુવરાજે કહ્યું કે, મને T20 વર્લ્ડ કપમાં ભારતની કેપ્ટનશિપ મળવાની આશા હતી અને પછી એ જાહેરાત થઈ કે, એમએસ ધોની કેપ્ટન હશે. જે વ્યક્તિ કેપ્ટન બને છે, ટીમમાં તમારે તે વ્યક્તિનું સમર્થન કરવું પડે છે. અંતે તમે એક ટીમ મેન બનવા માગો છો અને હું એવો જ હતો.

2007 T20 વર્લ્ડ કપ ભલે ટીમ ઈન્ડિયાએ ધોનીની કેપ્ટનશિપમાં જીત્યો હોય, પરંતુ તેને જીતાડવામાં યુવરાજ સિંહ અને ગૌતમ ગંભીર જેવા ખેલાડીઓએ મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. યુવરાજે વર્લ્ડ કપ 2007માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં 6 છગ્ગા માર્યા હતા. એટલું જ નહીં, યુવરાજ 2011ના 50 ઓવરના વર્લ્ડ કપમાં પણ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp