વસીમ અકરમે ભારતના આ ઝડપી બોલરના કર્યા ભરપેટ વખાણ, કહ્યું કે...

PC: thenews.com.pk

ડાબા હાથના સર્વશ્રેષ્ઠ બોલરોમાંના એક વસીમ અકરમે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના ભરપેટ વખાણ કરતા કહ્યું કે, અત્યારના ઝડપી બોલરોમાં તેમનો યોર્કર ખૂબ ચોક્કસ હોય છે. અકરમ તેમના સમયમાં ચોક્કસ યોર્કર નાખવા માટે ઓળખાતા હતા. ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમે પ્રથમ વખત ટેસ્ટ સિરીઝમાં જીત મેળવી છે તેમાં બુમરાહની મહત્વની ભૂમિકા રહી છે.

પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ઝડપી બોલર અકરમે કહ્યું કે, 'આતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમી રહેલા ક્રિકેટરોમાં જસપ્રીત બુમરાહનો યોર્કર સૌથી ચોક્કસ અને સર્વશ્રેષ્ઠ હોય છે.' સ્વિંગના સુલતાનના નામે ઓળખાતા આ બોલરે જણાવ્યું કે વનડે વર્લ્ડ કપ દરમિયાન અંતિમ ઓવરોમાં તેઓ સારી બોલિંગ કરીને રન અને બોલ વચ્ચે અંતર ઉદ્ભવે છે.

તેમણે કહ્યું, 'બુમરાહની બોલિંગ એક્શન શાનદાર છે. બીજા ઝડપી બોલરો કરતા અલગ એક્શન હોવા છતાં તેઓ બોલને સ્વિંગ કરી શકે છે અને પિચ પર પડ્યા પછી તેમનો બોલ સ્પીડ પકડી લે છે અને બેટ્સમેનને ખબર પણ ન પડે તેવી રીતે બોલ વિકેટકીપર પાસે પહોંચી જાય છે.

અકરમે કહ્યું, 'જે બુમરાહને ખાસ બનાવે છે, તે છે નિયમિત યોર્કર ફેંકવાની તેમની ક્ષમતા. યોર્કરનો ઉપયોગ ફકત વનડેમાં જ નથી થતો, ટેસ્ટમાં પણ થાય છે. અકરમે અને વકાર યૂનુસે તેમના સમયમાં ટેસ્ટમાં આનો ખૂબ ઉપયોગ કર્યો છે.

તેમણે ભારતને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતનાર પ્રથમ એશિયાઈ ટીમ થવા પર શુભેચ્છા પાઠવી છે અને કહ્યું કે આ ખૂબ મોટી સિદ્ધિ છે. અકરમે કહ્યું, 'ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીતવી ખૂબ મોટી ઉપલબ્ધિ છે. તે વાત માનવી ન જઈએ કે ઓસ્ટ્રેલિયાની ટીમ નબળી છે. વિરાટ કોહલી અને તેમના ખેલાડીઓથી એમનો શ્રેય ન છીનવો. તેમણે પ્રદર્શનમાં જે સાતત્ય બતાવ્યું છે તે ખૂબ પ્રશંસા ભર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp