Video: કેચ પકડવાના ચક્કરમાં વાગ્યો બોલ, વહેતું રહ્યું ખૂન અને હસતો રહ્યો ખેલાડી

PC: ndtv.com

Big Bash Leagueમાં એક એવો અકસ્માત થયો છે જેનાથી બધા જ ખેલાડીઓ અચંબામાં પડી ગયા છે. મેલબર્ન રેનેગેડ્સ (Melbourne Renegades) અને બ્રિસ્બેન હીટ (Brisbane Heat) વચ્ચે મુકાબલો થયો હતો. જેમાં બેન કટિંગ ફિલ્ડિંગ કરતા ઈજાગ્રસ્ત થયો છે. તેમના માથા પરથી ખૂન વહેવા લાગ્યું છે. પરંતુ તે ગ્રાઉન્ડ છોડતા સમયે હસતો મળ્યો હતો. 

સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. Big Bash Leagueમાં બેન કટિંગ બ્રિસ્બેન હીટ તરફથી રમી રહ્યો છે. બ્રિસ્બેન હીટે પ્રથમ બેટિંગ કરતા મેલબર્નને 145 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટ મેલબર્ને સરળતાથી પૂરો કરી લીધો હતો. જોકે, આ અકસ્માતના કારણે બેન કટિંગ ચર્ચાનો વિષય બન્યો છે.

જેમ્સ પેટિસનની બોલ પર માર્કસ હેરિસે હવામાં શોટ લગાવ્યો હતો. બેન કટિંગ કેચ લેવા માટે દોડ્યા અને બોલની નીચે આવી ગયા. તેમણે કેચ લેવા માટે જેવાજ હાથ ઉપર કર્યો તો બોલ તેમના મોઢા પર વાગ્યો હતો. હાથમાં આવેલો બોલ છૂટી ગયો અને સીધો જ મોઢા સાથે અથડાતા લોહી નિકળવા લાગ્યું હતું. 

તમને જણાવી દઈએ કે ટાંકા લેવડાવ્યા બાદ બેન કટિંગ ગ્રાઉન્ડ પર પરત ફર્યો હતો. ગ્રાઉન્ડ પર આવીને તેઓ ખુશ જોવા મળ્યા હતા. બેન કટિંગ IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમે છે. મુંબઈ ઇન્ડિયન્સે Instagram પર પોસ્ટ કરતા લખ્યું છે કે, 'બેન કટિંગને મોઢા પર વાગ્યું છે અને ટાંકા લગાડવામાં આવ્યા છે. જલ્દી સારો થશે ચેમ્પિયન.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp