રોહિત શર્મા કેમ નહીં બની શકે ટેસ્ટ કેપ્ટન? જાણો શું છે તેની પાછળના કારણો

PC: republicworld.com

દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર 3 ટેસ્ટ મેચોની સીરિઝમાં ભારતીય ટીમને 1-2 થી હાર મળ્યાના આગામી દિવસે જ એટલે કે શનિવારે (15 જાન્યુઆરીના રોજ) વિરાટ કોહલીએ ટેસ્ટ ફોર્મેટની કેપ્ટન્સીમાંથી રાજીનામું આપી દીધું હતું. એવામાં હવે એવી બહેસ શરૂ થઈ ગઈ છે કે ટીમનો આગામી કેપ્ટન કોણ હશે.

BCCIએ પહેલા જ વન-ડે અને T20ની કેપ્ટન્સી રોહિત શર્માને આપી દીધી છે. દિગ્ગજો અને ફેન્સનું માનવું છે કે વિરાટ કોહલીની જગ્યાએ રોહિત શર્માને ટેસ્ટ ટીમનો કેપ્ટન પણ બનાવી શકાય છે પરંતુ કેટલાક એવા ફેક્ટ છે જે રોહિત શર્માના પક્ષમાં જતા નથી.

વધતી ઉંમર સહિત કેટલાક એવા પોઇન્ટ્સ છે જેના પર ધ્યાન કરવામાં આવે તો રોહિત શર્માને ટેસ્ટ ટીમની કેપ્ટન્સી મળવી મુશ્કેલ લાગી રહી છે. જો એમ થાય છે તો બીજા નંબર પર કે.એલ. રાહુલ અને પછી વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતનું નામ કેપ્ટન્સી માટે સામે આવી રહ્યા છે.

તેની સાથે જ જસપ્રીત બૂમરાહ પણ આ રેસમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જસપ્રીત બૂમરાહને હાલમાં જ સાઉથ આફ્રિકા વિરુદ્ધ થનારી વન-ડે સીરિઝ માટે ઉપકેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. તેણે કેપ્ટન્સી મળવાને લઈને પોતાનું નિવેદન પણ બધા સામે રાખ્યું છે.

તેણે કહ્યું કે જો તેને કેપ્ટન્સીની જવાબદારી મળે છે તો તે સન્માનની વાત હશે અને તે આ જવાબદારી નિભાવતા ક્યારેય પાછળ નહીં હટે. ખેર એ તો થોડા દિવસમાં ખબર પડી જ જશે કે ટેસ્ટ ટીમની કેપ્ટન્સી કોને સોંપવામાં આવે છે પરંતુ એ પહેલા આપણે આ આર્ટિકલમાં જાણીએ એવા કયા ફેક્ટ છે જે રોહિત શર્મા વિરુદ્ધ જાય છે.

2022ના T20 અને 2023ના વન-ડે વર્લ્ડ કપ પર ફોકસ:

રોહિત શર્માને વિરાટ કોહલીની જગ્યાએ T20 અને વન-ડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)નું સંપૂર્ણ ફોકસ અત્યારે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં થનારા T20 વર્લ્ડ કપ અને પછી આગામી વર્ષે થનારા વન-ડે વર્લ્ડ કપ પર છે. રોહિત શર્માને અત્યારે જ વન-ડે અને T20મા ભારતીય ટીમને સારી બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. એવામાં ટેસ્ટની કેપ્ટન્સી આપીને પણ BCCI તેના પર વધારાનો ભાર નાખવા નહીં માગે.

રોહિત શર્માની ઉંમર:

રોહિત શર્મા આ વર્ષે એપ્રિલ મહિનામાં 35 વર્ષનો થઈ જશે. તે અત્યારે વિરાટ કોહલીથી એક વર્ષ મોટો છે જ્યારે વિરાટ કોહલીને ટેસ્ટની કેપ્ટન્સી મળી હતી તો તે 26 વર્ષનો હતો. એપ્રિલ 2024 સુધી રોહિત શર્માની ઉંમર 37 વર્ષ થઈ જશે. એક ખેલાડી તરીકે આ એ ઉંમર હોય છે જ્યાંથી ખેલાડી ક્યારેય પણ રિટાયરમેન્ટ લઈ લે છે. વધારેમાં વધારે ખેલાડી 40 કે 41 વર્ષની ઉંમર સુધી રમી શકે છે. તે પણ ત્યાં સુધી જ્યાં સુધી સારી ફિટનેસ સાથે સારું પ્રદર્શન કરતો રહે.

ટેસ્ટમાં કેપ્ટન લાંબી રેસનો હોય:

સીમિત ઓવર્સના ફોર્મેટની તુલનામાં ટેસ્ટ ક્રિકેટ એકદમ અલગ પ્રકારની રમત છે. અસલી ક્રિકેટ લવર્સનું ટેસ્ટ પર સંપૂર્ણ ફોકસ હોય છે. એવામાં બધી ક્રિકેટ બોર્ડનું એમ માનવું હોય છે કે ટેસ્ટનો કેપ્ટન એવો હોવો જોઈએ જે લાંબા સમય સુધી ટીમને આગળ લઈ જઈ શકાય. આ પક્ષને પણ જોવામાં આવે તો રોહિત શર્મા તેમ પણ ફિટ બેસતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp