ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર સ્ટોઇનિસે કોહલીને લઇને કરી આ વાત, જાણો

PC: news18.com

ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ખિલાડી માર્કસ સ્ટોનિસે કહ્યું છે કે વિરાટ કોહલી મેદાનમાં દર વખતે મેચમાં પોતાના 100 ટકા આપી દે છે અને તેમની ટીમ ભારતીય કેપ્ટનની પડકારથી નિપટવા માટે તે અંદાજમાં જ તૈયારીઓ કરી રહી છે. કોહલી ઓસ્ટ્રેલિયાની ટુર્નામેન્ટની છ મુકાબલા અને એડિલેડમાં રમાનારી શરૂઆતની ટેસ્ટ મેચમાં રમ્યા પછી તે પેટરનીટી લીવ પર ભારત પાછો ફરશે.

ઈએસપીનક્રિકફંકોના પ્રમાણે સ્ટોનિસે કહ્યું છે કે, વિરાટની ચિંતા કરવાની જરૂર નથી. તે દરેક મેચમાં 100 ટકા પોતાની મહેનત કરી દે છે. કદાચ વધારે પ્રેરણા હશે, પરંતુ મને લાગતુ નથી કે 110 ટકા થી વધુ કોઈ વધારે પ્રેરણા હોઈ શકે.

તેણે કહ્યું હતું કે, જોઈએ, મને વિશ્વાસ છે કે કોહલી ઘરે જવા માટે તૈયાર છે, તે પોતાના પહેલા બાળકના જન્મ માટે ઘરે જઈ રહ્યો છે, તે મારી સમજમાં સાચો નિર્ણય છે. આથી મને આશા છે કે તે વધુ પ્રેરણા પૂરી પાડશે. સ્ટોનિસે કહ્યું છે કે કોચ જસ્ટિસ લૈંગર અને તેમની ટીમ પાસે સફેદ બોલના ક્રિકેટના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનમાંથી એક સામેલ ભારતીય કેપ્ટનનો મુકાબલો કરવા માટે પૂર્ણ રણનિતી હશે. અમને અમારી રણનિતીઓ અંગે ખબર છે. અમે આવી યોજના પર પહેલા પણ કામ કરી ચૂક્યા છે. ઘણી વખત અમારી યોજના સફળ થઈ શકી નથી અને ભારતીય ક્રિકેટ ટીમ રન બનાવવામાં સફળ રહી છે.

ઈન્ડિયન પ્રિમીયર લીગમાં આ વખતે 352 રન બનાવવાની સાથે 13 વિકેટ લેનારા આ ઓલરાઉન્ડરનું કહેવું છે કે તે 27 નવેમ્બરથી ભારત વિરુદ્ધ શરૂ થઈ રહેલી લિમિટેડ ઓવરોની સીરિઝમાં આ પ્રદર્શનને ફરીથી સારું કરશે તેવી આશા વ્યક્ત કરી છે. આશા છે કે હું મારા આઈપીએલના બેટિંગને જાળવી રાખીશ. દિલ્હી કેપિટલ્સના આ ખિલાડીએ કહ્યું છે કે રિકી પોન્ટિંગનું તેમની IPL ટીમમાં હોવાનું ફાયદાકારક રહ્યું. હાલમાં ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. અહીં બંને ટીમો વચ્ચે વન-ડે, ટેસ્ટ અને ટી20 મેચો રમાનારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp