આ પૂર્વ કેપ્ટને કોહલીને આગામી T-20 વર્લ્ડ કપને લઈને આપી આ સલાહ

PC: sportskeeda.com

દુનિયાભરની ટીમો હવે આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપ માટેની તૈયારી કરી રહી છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી હાલની ટી-20 શ્રેણીને પણ બંને ટીમોની આ તૈયારીનો એક ભાગ માનવામાં આવી રહી છે. બંને ટીમો તેમના મિશન ટી-20 વર્લ્ડ કપ માટે યુવા ચહેરાઓ પર વિશ્વાસ બતાવી રહી છે. વન-ડે વર્લ્ડ કપ 2019 અને વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ બાદ જ ટીમ ઈન્ડિયાએ તેની ટીમમાં યુવા ચહેરાઓને તક આપી છે. પરંતુ પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ટીમ ઈન્ડિયા અને કેપ્ટન વિરાટ કોહલીને વિશેષ સલાહ આપી છે. ગાંગુલીના મતે, ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારોએ આવતા વર્ષે વર્લ્ડ કપ વિશે વિચારવું ન જોઈએ.

સૌરવ ગાંગુલીએ લખ્યું છે કે, 'ભારત માટે અત્યારે સૌથી મહત્ત્વની વાત એ છે કે, આવતા વર્ષે વર્લ્ડ ટી-20ની રાહ જોવી ન જોઈએ. છેલ્લા વર્લ્ડ કપ પહેલા, તેના પર ઘણો હંગામો થયો હતો અને કેટલીકવાર તે બરાબર નથી. ટીમ ઈન્ડિયાએ હમણાં જે કરવાની જરૂર છે તે છે તેમના શ્રેષ્ઠ સંભવિત ખેલાડીઓની પસંદગી કરવી અને તેમને પ્રદર્શન કરવાની ઘણી તક આપવી, કેમ કે ઘરેલું સર્કિટમાં આપણી પાસે ઘણી શાનદાર પ્રતિભાઓ છે.

ગાંગુલીએ વધુમાં કહ્યું કે, વિરાટ, રોહિત, શિખર, હાર્દિક અને જાડેજા પહેલાથી જ પોતાની ક્ષમતા બતાવી ચુક્યા છે અને હવે યુવા ખેલાડીઓએ આગળ આવવું પડશે અને પોતાનું પ્રદર્શન આગળના સ્તર પર લઈ જવાની જરૂર છે. બોલિંગ વિભાગ પાસે કેટલાક શાનદાર ખેલાડીઓ છે. ખલીલ અહેમદ, દિપક ચહર, નવદીપ સૈની મજબૂત લાગે છે અને ટીમ ઇન્ડિયાએ તેમની વધુ સારી કાળજી લેવી જોઈએ, જેથી તેઓ બુમરાહની જેમ પોતાનો વિકાસ કરી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp