યુવરાજે વિચાર્યું નહીં હોય, ઘરેથી પૈસા કમાવવાનો મામલો આ રીતે ભારે પડી જશે!

PC: onmanorama.com

યુવરાજ સિંહ. ભારતનો સુપરસ્ટાર ક્રિકેટ ઓલરાઉન્ડર. નિવૃત્તિ લીધા પછી પણ યુવી સતત લાઈમલાઈટમાં રહે છે. અને યુવી ભાઈ હવે નવા વિવાદમાં ફસાયા છે. ગોવા ટુરિઝમે યુવીને નોટિસ મોકલી છે. ચાલો તમને જણાવીએ કે શું છે સંપૂર્ણ સમાચાર.

વાસ્તવમાં યુવરાજ સિંહનો ગોવાના મોર્જિંમમાં એક વિલા છે. યુવીએ આ વિલાને હોમસ્ટે માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. મતલબ કે, તમે પૈસા આપો અને અહીં આવીને રહો. પરંતુ કદાચ તેને ખબર ન હતી કે, તેણે આ માટે સત્તાવાળાઓની પરવાનગી લેવી પડશે. તેથી, યુવીએ પરવાનગી વિના આવી જાહેરાત મૂકી અને તેથી જ તેને નોટિસ મોકલવામાં આવી. હવે તેની સુનાવણી 8 ડિસેમ્બરે થવાની છે.

ગોવા ટુરિઝમ ટ્રેડ એક્ટ, 1982 હેઠળ હોમસ્ટેની નોંધણી જરૂરી છે. ગોવા ટુરિઝમના ડેપ્યુટી ડાયરેક્ટર રાજેશ કાલેએ 18 નવેમ્બરે યુવરાજને સુનાવણી માટે બોલાવવાની નોટિસ મોકલી છે. આ સુનાવણી 8 ડિસેમ્બરે સવારે 11 વાગ્યે રાખવામાં આવી છે. યુવરાજના વિલાનું નામ 'કાસા સિંહ' છે.

આ નોટિસમાં યુવરાજને પૂછવામાં આવ્યું છે કે, શા માટે તેમને પ્રોપર્ટીની નોંધણી ન કરવા બદલ દંડ ન ભરવો જોઈએ. આ નોટિસમાં લખ્યું છે કે, ‘અમારા ધ્યાને આવ્યું છે કે વર્ચેવાડા, મોરજિમ, પરનેમ, ગોવા ખાતે આવેલી તમારી રહેણાંક મિલકતનો ઉપયોગ હોમસ્ટે તરીકે થઈ રહ્યો છે અને AirBnB જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ માર્ક કરવામાં આવી રહ્યો છે.’

વિભાગે યુવરાજના એક ટ્વીટને પણ ટાંક્યો છે, જેમાં તે લોકોનું તેના ગોવાના ઘરે સ્વાગત કરી રહ્યો છે. આ જાહેરાત AirBnB પર છે. યુવીએ ટ્વીટમાં લખ્યું, 'આ એ જગ્યા છે જ્યાં મેં મારા નજીકના લોકો સાથે સમય વિતાવ્યો છે. આ ઘર મારા ક્રિકેટના દિવસોની યાદોથી ભરેલું છે.'

આ ટ્વીટનો ઉલ્લેખ કરીને અધિકારીઓએ સવાલ ઉઠાવ્યો છે કે, યુવરાજને દંડ કેમ ન ભરવો જોઈએ. હવે જોવાનું એ રહેશે કે યુવરાજ આ નોટિસનો કેવો જવાબ આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp