શેર બજારમાં હેરાફેરી કરતા 19 લોકો પકડાયા, SEBIએ દંડ ફટકાર્યો

PC: business-standard.com

કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબીએ 19 લોકો પર ખોટી રીતે ટ્રેડિંગ કરવા અને શેરોમાં હેરાફેરી કરવાના કેસમાં 95 લાખ રૂપિયાની પેનલ્ટી લગાવી છે. SEBIએ તપાસમાં જોયું કે, આ 19 લોકોએ ગ્લોબલ ઇન્ફ્રાટેક એન્ડ ફાઇનાન્સ લિમિટેડના શેરોમાં હેરાફેરી કરી છે અને આ કેસ બાદ માર્કેટ રેગ્યુલેટર SEBIએ આ લોકો પર 95 લાખ રૂપિયાની પેનલ્ટી લગાવી છે. SEBIએ પોતાના આદેશમાં કહ્યું છે કે, આ દગાખોર લોકોએ 45 દિવસની અંદર અંદર પેનલ્ટીની રકમ ભરવી પડશે. આ તપાસ 2017થી 2018ના સમયગાળા દરમિયાન કરી હતી અને તપાસ બાદ હવે આ 19 લોકો પર 95 લાખની પેનલ્ટી માર્કેટ રેગ્યુલેટર SEBI દ્વારા દંડ પેટે લગાવવામાં આવી છે.

SEBIએ ડિસેમ્બર, 2017થી ફેબ્રુઆરી 2018ની અવધિ માટે ગ્લોબલ ઇન્ફ્રાટેક એન્ડ ફાઇનાન્સ લિમિટેડના શેરોમાં PFTUના નક્કી માપદંડોના ઉલ્લંઘનની ઓળખની તપાસ કરી હતી. નિયામકે પોતાની તપાસમાં જોયું કે, 19 વ્યક્તિઓ સ્ટોકને પર્યાપ્ત માત્રામાં 3266 ટ્રેડોને એક્ઝીક્યુટ કરવાની એક સમાન રણનીતિ અપનાવી રહ્યા છે, જે 39 દિવસો માટે મોટી સંખ્યામાં ટ્રેડોના માધ્યમથી 87થી 458 ટ્રેડો સુધી હતું.

બજાર નિયામકે કહ્યું કે, સિંક્રોનાઇઝ્ડ ટ્રેડોની જેમ અપનાવાયેલી અ સમાન રણનીતિ, જેમાં પર્યાપ્ત માત્રામાં શેરોને શામેલ કરાયા હતા. તેમાં જોયું કે, આ સિક્રોનાઇઝ્ડ ટ્રેડ, જે રોકાણકારોને ખોટી રીતે દોરવા માટે એક્ઝીક્યુટ કરવામાં આવ્યા હતાં. SEBIએ તેને મોટી દગાખોરી ગણાવી છે અને તેની તપાસ શરૂ કરતા મોટી કાર્યવાહી SEBIની અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવી છે.

SEBIએ આ મુદ્દે હરીશકુમાર કાંતિલાલ પટેલ, વિશાલકુમાર કૃષ્ણકાંત બોરિશા, પારધી ધીરૂભાઇ ખાનાભાઇ, ભાવિન નટવરલાલ પંચાલ, અંકિત જગદીશભાઇ પિઠવા, કેતન પ્રવિણભાઇ પંચાલ, પ્રવીણ કુમાર અ રમેશચંદ્ર છિતુભાઇ પટેલ સહિત 19 દોષી વ્યક્તિઓમાંથી પ્રત્યેક પર 5 5 લાખ રૂપિયાની પેનલ્ટી લગાવી છે.

1992ના હર્ષદ મેહતા સ્કેમ, 1998ના કેતન પારેખ સ્કેમ, 2009ના સત્યમ સ્કેમ જેવા સ્ટોક માર્કેટના મોટા સ્કેમ બાદ માર્કેટ રેગ્યુલેટર SEBI સ્ટોક માર્કેટમાં રિટેલ રોકાણકારોના પૈસાના હિત માટે કડક પગલા ભરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp