6 એવા પેની શેર જેનો ગ્રોથ મજબૂત છે અને આપશે સારો નફો

PC: financialexpress.com

શેર બજારમાં બુલ રન ચાલી રહ્યો હોય કે પછી વેચાણનો દોર હોય, લોકો હંમેશાં એવા શેરો શોધતા રહે છે, જે સસ્તા હોય. કોને એ વાત પસંદ નહીં આવશે કે 50 રૂપિયા કરતા ઓછાં ભાવના શેર ખરીદે અને તેના પર ત્રણ ગણો નફો મળે. અહીં આવા જ 6 પેની સ્ટોક્સની વાત કરવામાં આવી છે, જેની બેલેન્સ શીટ મજબૂત છે અને પોતાની પ્રતિદ્વંદ્વી કંપનીઓની સરખામણીમાં વધુ ડિવિડન્ડ ચુકવ્યુ છે. આ કંપનીઓને તમે પણ પોતાના વોચલિસ્ટમાં રાખી શકો છો.

NBCC India

આ સરકારી કંપની પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી, રિયલ એસ્ટેટ અને એન્જિનિયરીંગ પ્રોક્યોરમેન્ટ એન્ડ કંસ્ટ્રક્શન સેગમેન્ટમાં બિઝનેસ કરે છે. તેમા જૂનના અંત સુધી કેન્દ્ર સરકારની 61.75 ટકા હિસ્સેદારી હતી. કંપની પર છેલ્લાં ઘણા વર્ષોથી આશરે શૂન્ય દેવુ રહ્યું છે.

તેનો સેલ્સ અને પ્રોફિટનો રેકોર્ડ પણ સારો છે. તેણે સતત ડિવિડન્ડ પણ આપ્યું છે. તેની સરકારની પ્રાઈવેટેઈઝેશનના લિસ્ટમાં સામેલ થવાની સંભાવના છે. છેલ્લાં એક વર્ષમાં કંપનીની સ્ટોક પ્રાઈઝ 103 ટકા વધી છે. NBCC Indiaના શેર શુક્રવારે 47 રૂપિયા પર બંધ થયા છે.

GMDC

ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) માઈનિંગ અને મિનરલ પ્રોસેસિંગ કરે છે. તે દેશમાં લિગ્નાઈટની સૌથી મોટી વિક્રેતા છે. જોકે, કંપનીના પ્રોફિટમાં હાલના વર્ષોમાં ઘટાડો આવ્યો છે. તેના ગત ફાયનાન્સિયલ યરને છોડીને આશરે બે દાયકાથી ક્યારેય લોસ નથી થયો. તે ઘણા વર્ષોથી સારું ડિવિડન્ડ પણ આપતી રહી છે. GMDCના શેર શુક્રવારે 77.25 રૂપિયા પર બંધ થયા છે.

ઈન્દ્રપ્રસ્થ મેડિકલ

આ કંપની પર છેલ્લાં 18 વર્ષોથી દેવુ હતું. આ વર્ષે કંપનીએ દેવુ શૂન્ય કરી લીધુ છે. તેણે છેલ્લાં ઘણા વર્ષોથી ખોટ નથી કરી. જોકે, તેના નફામાં ઘટાડો આવ્યો છે. ઈન્દ્રપ્રસ્થ મેડિકલની ડિવિડન્ડ યીલ્ડ ઘણા વર્ષો સુધી 3 ટકા કરતા વધુ રહી છે. છેલ્લાં બે ફાયનાન્સિયલ યરમાં તેણે ડિવિડન્ડ નથી આપ્યું. છેલ્લાં એક વર્ષમાં કંપનીનો સ્ટોક આશરે 59 ટકા વધ્યો છે. તેના શેર શુક્રવારે 80.15 રૂપિયા પર બંધ થયા છે.

Nalco

આ સરકારી કંપનીએ 1995થી ડિવિડન્ડ આપવાની શરૂઆત કરી હતી. તેણે ડિવિડન્ડની ચુકવણી ચાલુ રાખી છે. કંપની પર ખૂબ જ ઓછું દેવુ છે. કંપનીનો સ્ટોક ગત મહિને 10 વર્ષના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. તેનું મોટું કારણ બોક્સાઈટના મોટા સપ્લાયર આફ્રિકી દેશ ગિનીમાં સૈન્ય તખ્તાપલટ હતું. તેને કારણે એલ્યુમિનિયમના ભાવ વધી શકે છે, જેનો Nalcoને ફાયદો થશે. Nalcoના શેર શુક્રવારે 96.20 રૂપિયા પર બંધ થયા છે.

Geojit Financial Services

આ ફાયનાન્સિયલ સર્વિસીસ ફર્મનો સ્ટોક છેલ્લાં એક વર્ષમાં આશરે 107 ટકા વધ્યો છે. તેને 2004થી માત્ર એક ફાયનાન્સિયલ યરમાં લોસ થયો છે. છેલ્લાં ફાયનાન્સિયલ યરમાં તેણે 350 ટકાનું ડિવિડન્ડ આપ્યું હતું. Geojit Financialના શેર શુક્રવારે 80.50 રૂપિયા પર બંધ થયા છે.

જાલંધર મોટર એજન્સી

આ ફર્મ ઓટોમોબાઈલ પાર્ટ્સ, એક્સેસરીઝ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનું ટ્રેડિંગ અને ડિસ્ટ્રીબ્યૂશન કરે છે. તેનો સેલ્સ અને પ્રોફિટ ગ્રોથ સારો છે. છેલ્લાં એક વર્ષમાં તેનો સ્ટોક આશરે 135 ટકા વધ્યો છે. જાલંધર મોટર એજન્સી પર દેવુ નથી. તેનો ડિવિડન્ડ આપવાનો પણ સારો રેકોર્ડ છે. તેના શેર શુક્રવારે 61.80 રૂપિયા પર બંધ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp