9 રૂપિયાવાળો પેની સ્ટોક 8 મહિનામાં થયો 650 રૂપિયાનો, આપ્યું 7000% રિટર્ન

PC: financialexpress.com

જો તમે શેરબજારમાં નિવેશ કરવા માગતા હો, તો તમે પેની સ્ટોકમાં નિવેશ કરી શકો છો. જણાવી દઈએ કે, પેની સ્ટોક એવા સ્ટોક છે જે ખૂબ જ સસ્તા હોય છે અને જેની બજાર વેલ્યૂ ઓછી હોય છે. હાલ ઘણા મલ્ટીબેગર પેની સ્ટોકે નિવેશકોને શાનદાર રિટર્ન આપ્યા છે. કોવિડ-19 બાદ બજારમાં આવેલી ભારે વેચવાલી બાદ તમામ પેની સ્ટોક એવા રહ્યા છે જેણે પોતાના શેરધારકોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. Gopala Polyplast આ પ્રકારનો જ એક સ્ટોક છે.

નાણાકીય વર્ષ 2022માં Gopala Polyplastના શેર 9.10 રૂપિયાથી વધીને 650 રૂપિયા પર આવી ગયા છે. એપ્રિલથી નવેમ્બર 2021ની અવધિમાં આ સ્ટોકમાં 7000 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે આ વર્ષે અત્યારસુધી આ પેની સ્ટોક 8.26 રૂપિયાથી વધીને 650 રૂપિયા પર પહોંચી ગયો છે એટલે કે વર્ષ 2021માં આ સ્ટોકે આશરે 7750 ટકાનું રિટર્ન આપ્યું છે. Gopala Polyplastની શેર પ્રાઈઝ હિસ્ટ્રી પર નજર કરીએ તો આ મલ્ટીબેગર પેની સ્ટોક હાલના કારોબારી સત્રોમાં નફોવસૂલીના દબાવમાં રહ્યો છે. છેલ્લાં 1 મહિનામાં આ શેર 12 ટકા નીચે આવ્યો છે, જ્યારે છેલ્લાં 6 મહિનામાં આ શેર 27.55 રૂપિયાથી વધીને 650 રૂપિયાના સ્તર પર આવી ગયો છે. આ અવધિમાં આ સ્ટોકમાં 2260 ટકાનો વધારો જોવા મળ્યો છે.

આ સ્ટોકની શેર પ્રાઈઝ હિસ્ટ્રી પર નજર કરીએ તો જો કોઈ વ્યક્તિએ 1 મહિના પહેલા આ સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું તો આજે તેના 1 લાખ રૂપિયા ઘટીને 88000 રૂપિયા થઈ ગયા હોત. તેમજ જો કોઈ વ્યક્તિએ 6 મહિના પહેલા આ સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેના 1 લાખ રૂપિયા 23.6 લાખ રૂપિયા થઈ ગયા હોત. એ જ રીતે જો કોઈ નિવેશકે આ વર્ષની શરૂઆતમાં 8.26 રૂપિયાના ભાવ પર આ સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તે 1 લાખ રૂપિયાના 78.50 લાખ રૂપિયા થઈ ગયા હોત. એ જ રીતે જો કોઈ નિવેશકે નાણાકીય વર્ષ 2021ની શરૂઆતમાં આ પેની સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તે 1 લાખ રૂપિયા આજે 71 લાખ રૂપિયા બની ગયા હોત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp