માત્ર 12 રૂપિયાના શેરે લાખ રૂપિયાનું રોકાણ કરનારાઓને કરોડપતિ બનાવી દીધા

PC: businesstoday.in

આજે તમારી સાથે એવા મલ્ટીબેગર સ્ટોકની વાત કરવી છે જેણે રોકાણકારોનું નસબી પલટી નાંખ્યું છે, એમ કહી શકાય કે રોકાણકારોને બખ્ખા કરાવી દીધા છે અને તે પણ માત્ર 10 વર્ષમાં જ. 10 વર્ષ પહેલાં જે શેરનો ભાવ માત્ર 12 રૂપિયા હતો તે આજે લગભગ 1900 રૂપિયા પર પહોંચી ગયો છે.

શેરબજારમાં રોકાણને ભલે જોખમી માનવામાં આવે છે, પરંતુ એમાં રોકાણ કરનારા રોકાણકારો ક્યારે રઇસોની યાદીમાં આવી જાય તે કહી શકાય નહીં.

શેરબજારમાં અનેક એવી કંપનીઓ છે જેમણે રોકાણકારોનું નસીબ બદલી નાંખ્યું છે અને માલામાલ થઇ ગયા છે. એવા જ એક શેરની આજે તમારી સાથે વાત કરવી છે જેણે માત્ર 10 વર્ષના સમયગાળામાં રોકાણકારોને મબલખ કમાણી કરાવી આપી છે.અમે વાત કરી રહ્યા છીએ સ્ટાલમ ઇન્ડસ્ટ્રીઝની. આ કંપનીના શેરે રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે.

સ્ટાઇલમ ઇન્ડસ્ટ્રીઝ એક ભારતીય કંપની છે અને લેમિનેટ્સ, સોલિડ સરફેસ પેનલ અને ફોરેસ્ટ પ્રોડક્ટસ સાથે જોડાયેલી છે. કંપનીના ઉત્પાદનોમાં હાઇ-પ્રેશર લેમિનેટ્સ, પરફોર્મન્સ લેમિનેટ, સ્પેશિયાલિટી લેમિનેટ, એક્સ્કલ્યુસિવ સરફેસ, એક્રેલિક સોલિડ સરફેસ અને કોમ્પેક્ટ લેમિનેટ સામેલ છે.

મુખ્ય રીતે આ કંપની યુરોપીય અને સાઉથ-ઇસ્ટ એશિયાઇ દેશોમાં પોતાના પ્રોડક્ટસ સપ્લાય કરે છે. આ કંપનીના શેરે છેલ્લાં 10 વર્ષમાં રોકાણકારોને 14,700 ટકા વળતર આપ્યું છે.

સ્ટાયલમ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ 10 સપ્ટેમ્બર 2013ના દિવસે શેરબજારમાં માત્ર 12.48 રૂપિયા પર ટ્રેડ થતો હતો. જે 12 સપ્ટેમ્બર 2023ના દિવસે 1869.95 પર પહોંચી ગયો હતો. એ રીતે જોઇએ તો જે રોકાણકારોએ લોંગ ટર્મ પ્લાનથી આ શેરમાં રોકાણ કર્યું હશે તેમને 14700 ટકા રિટર્ન મળ્યું છે.

જો છેલ્લા 10 વર્ષમાં સ્ટાઈલમ ઈન્ડસ્ટ્રીઝના શેરના ભાવ પર નજર કરીએ તો 10 સપ્ટેમ્બર 2013ના રોજ BSE પર તે રૂ. 12.48 પર હતો અને એક વર્ષ સુધી ધીમી ગતિએ ચાલ્યા બાદ 26 સપ્ટેમ્બર 2014ના રોજ રૂ. 35.33ના સ્તરે પહોંચ્યો હતો.આ પછી તેમાં જોરદાર વધારો થયો અને 18 સપ્ટેમ્બર 2015ના રોજ તે 70 રૂપિયા અને 9 સપ્ટેમ્બર 2016ના રોજ 276.80 રૂપિયા પર પહોંચી ગયો હતો. એ પછી 18 સપ્ટેમ્બર 2018માં 363.58, 17 સપ્ટેમ્બર 2021 1130.60 અને એ પછી તો આ શેર સડસડાટ ઉપર ચઢચો જ રહ્યો.

સ્ટાયલમ ઇન્ડસ્ટ્રીઝના શેરની 52 સપ્તાહની વધઘટની વાત કરીએ તો સૌથી ઉંચામાં 1979.95 અને નીચામાં 941.70 રૂપિયા ભાવ રહ્યો છે.

જે લોકોએ વર્ષ 2013માં આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે તેમને આજે 1.50 કરોડ રૂપિયા મળી રહ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો કંપનીએ પોતાના લખપતિ રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp