વોલમાર્ટે ફ્લિપકાર્ટને લઈને કર્યું મોટું એલાન

PC: windows.net

ફ્લિપકાર્ટને ખરીદ્યા પછી વોલમાર્ટ હવે નવા પ્લાન પર કામ કરી રહ્યું છે. વોલમાર્ટે શનિવારે અમેરિકામાં ફ્લિપકાર્ટને લઈને મોટું એલાન કર્યું છે. કંપનીએ અમેરિકન રેગ્યુલેટરમાં કરાયેલી ફાઈલિંગમાં કહ્યું હતું કે 4 વર્ષની અંદર ફ્લિપકાર્ટનો IPO લાવવાની તૈયારી કરાશે.

નોંધનીય છે કે હાલમાં વોલમાર્ટે ભારતમાં સૌથી મોટી ઈ-કોમર્સ કંપનીમાં 77% ભાગીદારી 1.07 લાખ કરોડ રૂપિયામાં ખરીદવાનું એલાન કર્યું છે. સાથે જ એવું પહેલીવાર બન્યું છે જ્યારે ફ્લિપકાર્ટની સંભવિત લિસ્ટિંગની ટાઈમલાઈન રજૂ થઈ છે.

IPOનું વેલ્યુએશન રોકાણ કરતાં ઓછું નહીં હશે

દુનિયાની સૌથી મોટી રિટેલર વોલમાર્ટે યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનમાં કરેલી ફાઈલિંગમાં કહ્યું કે વોલમાર્ટ અને ફ્લિપકાર્ટની ડીલ પૂરી થયા પછી ચાર વર્ષની અંદર ફ્લિપકાર્ટનો IPO લાવવાની જરૂરત પડી શકે છે. ફાઈલિંગમાં કહેવામાં આવ્યું કે વોલમાર્ટ દ્વારા ભારતીય ઈ-કોમર્સ કંપનીમાં કરાયેલા રોકાણની સરખામણીએ ઓછા વેલ્યુએશન પર IPO નહીં લાવવો જોઈએ.

વોલમાર્ટે 77% ભાગીદારી ખરીદવાનું કર્યું છે એલાન

વોલમાર્ટે આ અઠવાડિયાની શરૂઆતમાં ઘોષણા કરી હતી કે ફ્લિપકાર્ટની 77% ની હિસ્સેદારી માટે તે 16 અબજ ડોલરની ચુકવણી કરશે. વોલમાર્ટને પોતાની સૌથી મોટી ડીલથી ભારત જેવા મહત્ત્વના માર્કેટમાં એમેઝોનને ટક્કર આપવામાં મદદ મળશે. આ ઇન્વેસ્ટમેન્ટ સાથે ફ્લિપકાર્ટનું વેલ્યુએશન 21 અબજ ડોલર આંકવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp