આવી રહ્યો છે દુનિયાનો સૌથી મોટો IPO, સાઉદી અરામકો કરતા પણ મોટો, જાણો તેના વિશે

PC: investopedia.com

દુનિયાનો સૌથી મોટો IPO આવી રહ્યો છે. તે પણ અમેરિકામાં નહીં પરંતુ ચીનમાં અને કંપની પણ ત્યાં જ છે. જેક માની કંપની અલીબાબાની એફિલિએટ છે એન્ટ ગ્રુપ અને તે જ 35 અબજ ડૉલર એટલે કે 2.56 લાખ કરોડ રૂપિયાનો IPO લાવી રહી છે. જો તમને લાગી રહ્યું છે કે, આ પ્રકારના IPO તો આવતા રહે છે, તો જાણી લો કે છેલ્લાં પાંચ વર્ષમાં જેટલા IPO ભારતમાં આવ્યા છે, તે તમામને ભેગા કરી દઈએ તો પણ આ એકલો તેના પણ ભારી પડશે.

એન્ટ ગ્રુપનો IPO એટલે કે ઈનિશિયલ પબ્લિક ઓફર હોંગકોંગ અને શાંઘાઈ સ્ટોક એક્સચેન્જમાં આવી રહ્યો છે અને તેને દુનિયાનો અત્યારસુધીનો સૌથી મોટો IPO કહેવામાં આવી રહ્યો છે. બાર્કલેજ, આઈસીબીસી ઈન્ટરનેશનલ અને બેંક ઓફ ચાઈના ઈન્ટરનેશનલ તેના બુક-રનર્સ છે. હોંગકોંગમાં સીઆઈસીસી, સિટી ગ્રુપ, જેપી મોર્ગન અને મોર્ગન સ્ટેનલી તેને સ્પોન્સર કરી રહ્યા છે. આ રીતે શાંઘાઈમાં સીઆઈસીસી અને ચાઈના સિક્યોરિટીઝ તેને સ્પોન્સર કરી રહ્યા છે.

શું છે આ IPO અને તેમાં શું ખાસ છે?

સૌથી પહેલા તો સમજી લો કે, IPO શું હોય છે? જ્યારે કોઈ કંપની પોતાના સ્ટોક અથવા શેરને લોકો માટે જાહેર કરે છે, તો તેને IPO, ઈનીશિયલ પબ્લિક ઓફરિંગ કહેવામાં આવે છે. ત્યારબાદ લિમિટેડ કંપનીઓ શેરબજારમાં લિસ્ટ થાય છે. ચીની અબજોપતિ જેક માની અલીબાબાની એફિલિએટ એન્ટ ગ્રુપ દુનિયાની સૌથી વેલ્યૂએબલ ફિનટેક કંપની છે અને તે પોતાની વેલ્યુએશન 250 અબજ ડૉલર સુધી લઈ જવા માગે છે. એ જણાવવું જરૂરી છે કે, ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આ વર્ષે જૂનમાં 150 અબજ ડૉલરના માર્કેટ કેપિટલ સુધી પહોંચી છે અને તે એવું કરનારી પહેલી અને એકમાત્ર ભારતીય કંપની છે.

એન્ટ ગ્રુપને ડ્યૂઅલ લિસ્ટિંગથી 35 અબજ ડૉલર ભેગા થવાની આશા છે. આ લિસ્ટિંગ હોંગકોંગ અને શાંઘાઈમાં અડધું-અડધું થશે. સાઉદી અરામકોએ 2019માં 29.4 અબજ ડૉલર ભેગા કર્યા હતા અને અત્યારસુધી તેના IPOને જ દુનિયાનો સૌથી મોટો IPO માનવામાં આવી રહ્યો હતો. ચીન અને અમેરિકામાં વધતા તણાવને જોતા એન્ટ ગ્રુપના IPO ન્યૂયોર્કમાં લિસ્ટ નહીં થશે. અમેરિકા તો એન્ટ ગ્રુપને ટ્રેડ બ્લેકલિસ્ટમાં નાંખવાની તૈયારી કરી રહ્યું છે. એ વાત અલગ છે કે, 2014માં અલીબાબા ગ્રુપે ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જમાં સ્ટોક વેચીને 25 અબજ ડૉલર ભેગા કર્યા હતા અને તે જે-તે સમયે રેકોર્ડ બ્રેકિંગ IPO હતો.

ઈન્વેસ્ટર્સને IPOમાં ઈન્ટરેસ્ટ કેમ નથી?

ચીની ઈન્વેસ્ટર્સ આવનારા IPOને ટાર્ગેટ કરવા માટે નવા લોન્ચ મ્યુચ્યુઅલ ફંડમાં ઈન્વેસ્ટ કરી રહ્યા છે. પાંચ ફંડ્સ બન્યા છે, જે બે અઠવાડિયાના સબસ્ક્રિપ્શન પીરિયડમાં 8.8 અબજ ડૉલરના ફંડને ટાર્ગેટ કરી રહ્યા છે. જોકે ટ્રમ્પ પ્રશાસન અને ચીનની વચ્ચે ચાલી રહેલા તણાવને જોતા અમેરિકી ઈન્વેસ્ટર્સને આ IPOમાં ભાગ લેતા રોકવામાં આવ્યા છે.

ચીન એક મહત્ત્વનું પોલિસી પ્લેટફોર્મ છે અને ડૉનાલ્ડ ટ્રમ્પ આવનારા યુએસ ઈલેક્શનમાં પોતાના ડેમોક્રેટિક પ્રતિસ્પર્ધી જો બાઈડેનથી પાછળ છે. જોકે, ચીનના સિક્યોરિટી રેગ્યુલેટર પણ સ્ટોક લિસ્ટિંગમાં કોન્ફ્લિક્ટ ઓફ ઈન્ટરેસ્ટની તપાસ કરી રહ્યા છે, જેને કારણે IPOમાં વિલંબ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp