26th January selfie contest

એક ડીલની અસર, રોકેટ બન્યો આ બેંકનો શેર, 3 મહિનામાં 40 ટકા રિટર્ન

PC: equitypandit.com

વિતેલા કેટલાક મહિનાથી પ્રાઇવેટ સેક્ટરની યસ બેંકના શેરનું પર્ફોર્મન્સ ઘણું સુધર્યું છે. આ બેંકના શેરમાં પાછલા 3 મહિનાઓમાં લગભગ 40 ટકાનું પોઝિટિવ રિટર્ન જોવા મળ્યું છે. જ્યારે, હવે બેંકે પોતાની સ્ટ્રેસ્ડ લોનને પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ જેસી ફ્લાવર્સને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી છે. આ મંજૂરી બાદ સ્ટોકના ભાવમાં એક ફરી વાર તેજી જોવા મળી છે.

બુધવારે કારોબાર દરમિયાન NSE પર યસ બેંકના શેરની કિંમત 17.25 રૂપિયાના ઉચ્ચ સ્તર પર પહોંચી ગઇ. એક દિવસ પહેલા શેરના ભાવમાં 3 ટકાનો વધારો આવ્યો છે. આ શેરનું 52 વીકનું હાઇ લેવલ 18.20 રૂપિયા છે, જે વિતેલી 9મી સપ્ટેમ્બરના રોજ ટચ થયું હતું. પાછલા બે કારોબારી સત્રોમાં, આ બેંકિંગ સ્ટોક 6 ટકાથી વધારે ચડ્યો છે.

યસ બેંકના શેરોમાં આ તેજી સ્ટ્રેસ્ડ એસેટ્સ કે લોનની ઓળખ અને ટ્રાન્સફરને મંજૂરીના કારણે આવી છે. યસ બેંકના નિર્દેશક મંડલે પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ જેસી ફ્લાવર્સને 48000 કરોડ રૂપિયાની બેડ લોનના ટ્રાન્સફરને મંજૂરી આપી દીધી છે. શેર બજારના નિષ્ણાંતો અનુસાર, યસ બેંકના શેરનો ભાવ શોર્ટ ટર્મ માટે 18 રૂપિયાથી 20 રૂપિયા સુધી જઇ શકે છે. એક બ્રોકરેજ ફર્મના રિસર્ચ હેડ અનુસાર, બેડ લોન ટ્રાન્સફરની મંજૂરીના કારણે યસ બેંકના શેરના ભાવમાં તેજી આવી છે.

જોકે, બેંકની સામે ઘણા પડકારો છે અને આવનારા ક્વાર્ટર્સમાં બેંકના ક્વાર્ટરલી પિરણામો જોવા લાયક હશે. જ્યારે એક અન્ય બ્રોકિંગ ફર્મના કાર્યકારી નિર્દેશક સુમિત બગડિયાએ યસ બેંકના શેર હોલ્ડર્સને આગળ શેર ખરીદવાની સલાહ આપી છે. તેમણે અનુમાન લગાવ્યું છે કે, શોર્ટ ટર્મમાં આ શેરમાં 18 રૂપિયા અને 20 રૂપિયાના સ્તર પણ જોવા મળી શકે છે. રૂપિયા 14ના સ્ટોપ લોસ સાથે આ શેરમાં ખરીદી કરવાની રોકાણકારોને બ્રોકરેજ ફર્મ તરફથી સલાહ આપવામાં આવી છે.

યસ બેંકના પ્રબંધક અને CEO રાણા કપૂર પર ખોટી રીતે AT – 1 બોન્ડના વેચાણ કરવા પર બે કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો છે. કેપિટલ માર્કેટ રેગ્યુલેટર SEBIએ બુધવારે રાણા કપૂરને આ દંડ ફટકાર્યો છે. SEBIએ પોતાના આદેશમાં કહ્યું છે કે, તેમણે 45 દિવસની અંદર આ દંડ ચૂકવવો પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp