પોવેલના નિવેદન બાદ 2023માં સારા રિટર્નની શક્યતા, અશ્વથ દામોદરને કારણ જણાવ્યું

PC: coindaily.co

US ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલના નવા નિવેદન બાદ અમેરિકન બજારોમાં તેજી જોવા મળી છે. પોવેલે પોતાના નિવેદનમાં એ તરફ ઇશારો કર્યો છે કે, ડિસેમ્બર મહિનામાં અમેરિકન કેન્દ્રીય બેન્ક વ્યાજ દરોમાં વધારો ઓછો કરી શકે છે. પોવેલના આ નિવેદન બાદ ફાઇનાન્સની દુનિયાના જાણીતા વેલ્યુએશન ગુરુ અશ્વથ દામોદરને ગુરુવારે કહ્યું કે, ઇકોનોમિક ગ્રોથ અને ઇન્ફ્લેશનના કારણે આ વર્ષ 2023માં સ્ટોક માર્કેટમાં રિટર્ન વધશે. એટલે કે, પોવેલના આ નિવેદન બાદથી આવનારા સમયમાં અમેરિકન બજારમાં તેજીની સંભાવના વધી ગઇ છે.

ઇન્ટરેસ્ટ રેટ વધારીને ઝડપથી વધી રહેલા ઇન્ફ્લેશન પર કાબૂ મળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. પાછલા થોડા મહિનાઓથી અમેરિકન સેન્ટ્રલ બેન્ક સતત વ્યાજ દર વધારી રહી હતી જેનાથી, અમેરિકન માર્કેટ પર તેની ખરાબ અસર પડી રહી હતી. હવે આ નવું નિવેદન આવ્યા બાદ અમેરિકન માર્કેટમાં તેજી આવી છે. સાથે જ એ પણ જગ જાહેર છે કે, અમેરિકન માર્કેટ જો સારુ કરી રહ્યું છે તો વિશ્વના તમામ બીજા દેશોના એક્સચેન્જ પણ સારું કરવાની સંભાવના વ્યક્ત કરાઇ રહી છે. સાથે જ રોકાણકારોનું રિટર્ન પણ વધે છે.

પોવેલનું નિવેદન આવ્યા બાદ વેલ્યુએશન ગુરુ દામોદરને એક ટ્વીટ કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે, નવેમ્બર, 2022માં લોન્ગ ટર્મની ટ્રેઝરી રેટમાં ઘટાડો આવ્યો છે. સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર 5 ટકાની ઉપર હતું. ઇક્વિટી જોખમ પ્રીમિયમ 5.26 ટકા થઇ ગયું છે જે પહેલા 5.48 ટકા હતું. ઇન્ફ્લેશન અને ઇકોનોમિક ગ્રોથ બન્ને પર દરેક લોકોની નજર અને આશા ટકેલી છે. સવાલ એ છે કે, ઇન્ફ્લેશન કેટલી ઝડપથી નીચે આવે છે અને તેના કારણે અર્થવ્યવસ્થામાં કેટલું સ્લોડાઉન દેખાશે. આ સવાલનો જવાબ 2023માં માર્કેટની ચાલ નિર્ધારિત કરશે.

ડિસેમ્બર મહિના સુધી અમેરિકન માર્કેટમાં ફેડરલ બેન્ક વ્યાજ દર ઓછા કરશે. તેના પર હાલ કોઇ વાત નથી થઇ. પણ ફેડરલ બેન્ક કેટલા બેસિસ પોઇન્ટ વ્યાજ દર ઓછા કરશે તેના પર ચર્ચા ચાલી રહી છે. બજારના 91 ટકા વેપારીઓનું માનવું છે કે, ફેડરલ ડિસેમ્બર મધ્યની મીટિંગ બાદ લગભગ 50 બેસિસ પોઇન્ટ વ્યાજ દર બનાવશે. બચેલા 9 ટકા વેપારીઓનું માનવું છે કે, સેટ લગભગ 75 બેસિસ પોઇન્ટનો હાઇક આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp