આ 10 શેરમાં રોકાણ કરવાથી મળી શકે છે 10 ટકાથી વધુનું રિટર્ન

PC: financialexpress.com

ગયા અઠવાડિયે શેર માર્કેટ વધારા સાથે બંધ થયું હતું. દિવાળી, બીજા ત્રિમાસિકનું પરિણામ અને બીજા કારણોને લીધે માર્કેટમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન બોમ્બે સ્ટોક એક્સચેન્જનું ઈન્ડેક્સ પોતાના ઐતિહાસિક સ્તર 44 હજારને પાર પહોંચી ગયું હતું. પરંતુ શુક્રવારે આ 282 અંક જરૂર વધ્યું, પરંતુ બંધ 44 હજારની નીચે થયું હતું. આ દરમિયાન કેટલાક શેયર્સ માર્કેટમાં સારી તેજી જોવા મળી છે. બજાજ ફાયનાન્સ અને બજાજ ફિનસર્વની સાથે અદાણી ગ્રુપના 4 શેયર્સમાં સારો વધારો જોવા મળ્યો છે. તેવામાં તમે કેટલાંક શેયર્સ ખરીદી શકો છો. જેમાં તમને 10 ટકાથી વધુનું રિટર્ન મળી શકે છે. HDFC સિક્યોરીટીઝે સુદર્શન કેમિકલના શેયરને 550 રૂપિયાના લક્ષ્ય પર ખરીદવાની સલાહ આપી છે. હાલમાં 453 રૂપિયા પર કારોબાર કરી રહ્યું છે. તેનો ચોખ્ખો નફો 19 ટકા CAGRના દરથી વધ્યો છે.

માર્ચના નીચલા સ્તરથી આ શેર હવે 48 ટકા વધી ગયો છે. ICICI સિક્યોરિટીઝે ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટના શેરને 815 રૂપિયાના લક્ષ્ય પર ખરીદવાની સલાહ આપી છે. આ ત્રણ મહિનાના સમયગાળા માટે ખરીદી શકાય છે. આ રીતે મિશ્રા ધાતુ નિગમના શેરને 280 રૂપિયા પર ખરીદવાની સલાહ આપવામાં આવી છે. આ શેર અત્યારે 192 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. મેનેજમેન્ટનું માનવું છે કે નાણાકીય વર્ષ 2021માં તેની રેવન્યુ વધી શકે છે.

નિર્મલ બંગ સિક્યોરિટીઝે પાવર મેક પ્રોજેક્ટના શેરને 485 રૂપિયાના લક્ષ્ય પર ખરીદવાની સલાહ આપી છે. આ સમયે 370 પર શેર મળી રહ્યા છે એટેલે કે નજીકના સમયમાં 31 ટકા રિટર્ન મળી શકે છે.

આનંદ રાઠી બ્રોકરેજ હાઉસે રામકો સિમેન્ટના શેરને 940 રૂપિયાના લક્ષ્ય પર ખરીદવાની સલાહ આપી છે. કંપનીની આગળ જઈને પોતાની ક્ષમતા વધારવાની યોજના કરી રહી છે. માંગમાં સુધારો થવાની આશા છે. મિંડા ઈન્ડ્સ્ટ્રીના શેરને 408 રૂપિયાના લક્ષ્ય પર ખરીદી શકાશે. કંપનીનું ફોકસ નવા ઓર્ડર, નવા ગ્રાહકો પર છે. કંપની ઘણા નવા પ્રોડક્ટ્સ લોન્ચ કરી શકે છે. આ સિવાય બજાજ ઈલેક્ટ્રીક્લ્સના શેરને 637 રૂપિયા પર ખરીદવાનું કહી રહ્યા છે. વર્ષના બીજા ત્રિમાસિકમાં કંપનીની રેવન્યુમાં 11 ટકાનો વધારો નોંધાયો છે.

આ ઉપરાંત RBLના શેરને પણ એક્સપર્ટ્સ 263 રૂપિયાના લક્ષ્ય પર ખરીદવાની સલાહ આપી રહ્યા છે. હાલમાં આ શેર માર્કેટમાં 211 રૂપિયા પર ચાલી રહ્યો છે. SMC ગ્લોબલના સૌરભ જૈને પ્રેસ્ટિજ ઈસ્ટેટના શેરને 316ના લક્ષ્ય પર ખરીદવાની સલાહ આપી છે. હાલમાં આ શેર 277 રૂપિયા પર ચાલી રહ્યા છે. કંપનીનું વેચાણનું બુકિંગ 9 ટકા વધીને 1123 કરોડ રૂપિયા રહ્યું છે. મોતિલાલ ઓસ્વાલે ટાટા સ્ટીલને ખરીદવાની સલાહ આપી છે, તેમના મતે આ શેર 555 સુધી જઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp