શેર માર્કેટ પર કર્ણાટક ઇલેક્શનની અસર: ભાજપની લીડ પછી સેન્સેક્સ 350 પોઈન્ટ ઉછળ્યો

PC: The Financial Express.com

કર્ણાટકની ચૂંટણીની મતગણતરી ચાલુ છે ત્યારે હવે દેશના શેર માર્કેટ પર પણ તેની અસર જોવા મળી રહી છે. ટ્રેન્ડમાં ભાજપને લીડ મળતાની સાથે જ સેન્સેક્સ લગભગ 350 પોઈન્ટ ઉછળીને 35, 928.35 પર પહોંચી ગયો હતો. જ્યારે નિફ્ટી 100 પોઈન્ટ ઉછળીને 10903 પર પહોંચ્યો હતો.

આ અગાઉ સોમવારે મુંબઈ શેર માર્કેટનું સેન્સેક્સ શરૂઆતનો પ્રોફીટ ગુમાવીને 21 પોઈન્ટ પ્લસ થઈને 35,556.71 પોઈન્ટ પર બંધ થયો હતો. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામો પહેલાં ઇન્વેસ્ટરોએ પણ સાવધાનીનું વલણ અપનાવ્યું હતું.

મંગળવારે સવારે 9.20 કલાકે સેન્સેક્સ 225 ઉપર 35,782 પોઈન્ટ પર કારોબાર કરી રહ્યો હતો જ્યારે નિફ્ટી 57 ઉપર 10864 પોઈન્ટ પર હતો. આ દરમિયાન એપ્રિલમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને 3.18 ટકા થઈ ગયો. જ્યારે માર્ચ મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ દર પાંચ મહિનાની નીચી સપાટી 4.4 ટકા પર આવી ગઈ છે. આના આંકડા શુક્રવારે બજાર બંધ થયા પછી આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp