શેરબજારમાં 5.43 લાખ કરોડનું ધોવાણ: 1200 પોઈન્ટનો કડાકો, શું કહે છે એક્સપર્ટ્સ

PC: indianexpress.com

શેરબજારમાં 1200 પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો હતો જ્યારે નિફટી 10,300ની સપાટીથી પણ નીચે આવી ગયું હતું અને મીડ કેપ અને સ્મોલ કેપલ શેરોમાં ભારે વેચાવલી નીકળી હતી. સેન્સેક્સના આ માહોલમાં હવે પછી શું થશે તે અંગે એક્સપર્ટ્સ દ્વારા કેટલાક સૂચનો અને સતર્કતા રાખવાનું કહેવામાં આવ્યું છે. આશરે 5.43 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ એક જ દિવસમાં થયું છે. 

માર્કેટ એક્સપર્ટ અજય બગ્ગાનું કહેવું છે હાલ તો માર્કેટના પ્રવાહો ખરાબ જણાઈ રહ્યા છે. આવામાં સાવચેતી રાખવાની જરૂર છે. માર્કેટ વધુ ઘટાડો નોંધાઈ શકે છે. પરંતુ ગભરાઈ જવાની જરૂર નથી, ફરીથી બજાર તેજી જોશે. બજારની સ્થિતિને સક્ષમ થવા દેવાની જરૂર છે. બજાર સ્થિર થયા બાદ જ પોતાના પોર્ટફોલીયોને ડેવલપ કરવામાં આવે. મોટા ગજાના શેરોને અગ્રીમતા આપવાનો પ્રયાસ કરે.

અન્ય એક એક્સપર્ટનું કહેવું છે કે રિટેલ ઈન્વેસ્ટર્સે બજારથી હાલ તો દુર જ રહેવાની જરૂર છે. બજારમાં કરેકશન શરૂ થઈ ગયું છે અને આ કરેક્શન ક્યાંને અટકશે તે કહેવું મુશ્કેલ છે. ઈક્વિટી માર્કેટમાં બોન્ડ યીલ્ડમાં તેજી યથાવત જોવા મળી શકે છે.

માર્કેટ એક્સપર્ટ આનંદ ટંડનનું કહેવું છે કે હાવ તો બજારમાં છૂટી છવાઈ રીતે સારું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કેપિટલ ગન્સ ટેક્સના કારણે બજારને જોરદાર ઝાટકો લાગ્યો છે. બજારનું વેલ્યુએશન પણ મોંધુ થઈ ગયું છે. આ સ્થિતિમાં વધુ કડાકો બોલાઈ શકે છે. જેથી કરીને વર્તમાન સ્થિતિમાં શેર ખરીદવા લાભકારી પુરવાર થઈ શકશે નહી. ગૃહ આંગણે રાજનીતિક અનિશ્ચિત્તા પણ એક કારણ હોઈ શકે છે. હવે પછી એનબીએફસી શેરો પર દબાણ વધવાની શક્યતા છે. જ્યારે એક્સપોર્ટ સાથે સંકળાયેલા શેરોમાં તેજીની આશા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp