સુરતની KPI ગ્લોબલ ઈન્ફ્રાના 39.94 કરોડના IPOને 436 કરોડનું સબસ્ક્રીપ્શન મળ્યું

PC: youtube.com

મુંબઈઃ સુરતમાં હેડ આેફિસ ધરાવતી કેપીઆઈ ગ્લાેબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના બીએસઈના એસએમઈ એકસચેન્જ પરના આઈપીઆે માટે ખૂબ બમ્પર અને ઐતિહાસિક કહીં શકાય તેવું  સબસ્ક્રીપ્શન મળ્યું હતુ. ઈશ્યુ ક્લાેઝિંગના દિને 10.92 ગણાે સબસ્ક્રાઈબ થયાે હતાે. જેમાં રિટેઈલ પાેર્શન 10.24 ગણું છલકાયું હતું. જ્યારે ક્યુઆઈબી અને એચએનઆઈ પાેર્શન સંયુક્તપણે 12.65 ગણું સબસ્ક્રાઈબ થયું હતું. 

આઈપીઆેએ છેલ્લા દિને રૂ. 39.94 કરાેડની સામે રૂ.436 કરાેડની માંગ ઊભી કરી જે કેપીઆઈને 2019નાે સાૈથી સફળ નાણાં ઊભાે કરતાે ઈશ્યુ બનાવે છે. આ ઈશ્યુને 15370 અરજીઆે મળી જે એસએમઈ સેક્ટરમાં સાૈથી વધુ અરજીઆે મેળવનાર આઈપીઆેમાં તેેને સ્થાન અપાવે છે. 

નવા કેલેન્ડર વર્ષ 2019માં કેપીઆઈ ગ્લાેબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડનાે આઈપીઆે 8 જાન્યુઆરીના રાેજ રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઈક્વિટી શેર માટે શેરદીઠ રૂ.80ની પ્રાઈઝ બેન્ડ સાથે ખુલ્યાે હતાે. જેને મળેલા અદૂભૂત પ્રતિસાદથી કંપનીની સાથાેસાથ રાેકાણકારાેમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે આ ઈશ્યુના લીડ મેનેજર્સ વિવરાે ફાઈનાન્શિયલ સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ છે અને ઈશ્યુના રજિસ્ટ્રાર બિગશેર સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ છે. ઈક્વિટી શેર બીએસઈના એસએમઈ પ્લેટફાેર્મ પર લિસ્ટેડ કરવાનાે પ્રસ્તાવ છે.
 
કંપનીના સ્થાપક ચેરમેન ફારુક પટેલ આઈપીઆેના બમ્પર આેપનિંંગને ગર્વની વાત ગણાવે છે અને કંપનીમાં રાેકાણકારાેએ મુકેલા વિશ્વાસ બદલ તેમનાે આભાર વ્યક્ત કરે છે અને ખાતરી આપે છે કે આગામી સમયમાં તમામ રાેકાણકારાેને સારું મૂલ્ય પ્રદાન કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp