આ હેલ્થકેરના શેરમાં 45% રિટર્ન આપવાનો દમ, નવી ડીલ પર બ્રોકરેજ હાઉસનો દાવ

PC: business-standard.com

શેર માર્કેટમાં ચાલી રહેલા ઘટાડાની વચ્ચે અમુક શેર એવા છે. જે સારી વેલ્યુએશનમાં દેખાઇ રહ્યા છે. કંપનીના નવા બિઝનેસ અપડેટને લીધે આ શેર પર બ્રોકરેજ હાઉસ પણ બુલિશ છે. આવો જ એક શેર લૉરલ લેબ્સ છે. હેલ્થકેયર સેક્ટરના આ શેરમાં પાછલા એક વર્ષમાં અત્યાર સુધીમાં 63 ટકાથી વધારાની તેજી આવી ચૂકી છે. હાલમાં જ કંપની દ્વારા નવા અધિગ્રહણ પછી શેરની વેલ્યૂ વધારે આકર્ષક થઇ છે. બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે લૉરસ લેબ્સમાં 690 રૂપિયાના ટાર્ગેટની સાથે BUYની સલાહ આપી છે.

મળી શકે છે 45 ટકા રિટર્ન

Laurus Labsનો શેર બ્રોકરેજ હાઉસને સારી વેલ્યૂએશન પર નજર આવી રહ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં આમાં 34 ટકાથી વધારાની તેજી રહી. તો પાછલા એક વર્ષમાં આ શેર લગભગ 63 ટકાનું રિટર્ન રોકાણકારોને આપી ચૂક્યો છે. બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે આ શેરમાં ખરીદારીની સલાહ આપતા 690 રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો છે. આ પ્રમાણે આગળ પણ હજુ રોકાણકારોને કરંટ પ્રાઇસની લગભગ 45 ટકાથી વધારાનું રિટર્ન મળી શકે છે. 22 નવેમ્બર 2021ના રોજ શેરની કિંમત 474.50 રૂપિયા પર બંધ થઇ હતી.

હેલ્થ કેયર સેક્ટરની કંપની Laurus Labsએ ImmunoACTમાં 26.6 ટકાની હિસ્સેદારી ખરીદવાનો કરાર કર્યો છે. આ ડીલ લગભગ 46 કરોડ રૂપિયાની છે. ImmunoACTની પાસે હાલમાં ચાર CAR-T સેલ મોલ્યૂકલ્સ છે. જેમાંથી એક ક્લિનિકલ ટ્રાયલ ફેઝમાં છે. CAR-T સેલ લ્યૂકેમિયા/લિમ્ફોમા માટે એક નવી થેરેપી છે. બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલનું કહેવું છે કે સારા બિઝનેસ આઉટલુકને જોતા તેની BUY રેટિંગ જાળવી રાખી છે. FY21–23E માં આની CAGR અર્નિંગ 21 ટકા રહેવાની આશા છે.

નોંધઃ અહીં આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ તજજ્ઞના પોતાના અંગત છે. માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવમાં આવ્યા છે. શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું જરૂરી છે. આ શેરમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ અમારા વિચારો નથી. રોકાણ કરતા પહેલા પોતાના એડવાઇઝર પાસેથી સલાહ લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp