કોરોના પ્રકોપથી શેર બજારમાં રોકાણકારોના 58 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા

PC: assettype.com

કોરોના વાયરસ દુનિયાભરના શેર બજારો પર કહેર બનીને તૂટ્યું છે. ખાસ કરીને ભારતીય શેર બજાર માટે તો કહેર જ સાબિત થયું છે. પાછલા લગભગ 2 મહિનામાં ભારતીય શેર બજારમાં રોકાણકારોના 58 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે. મુકેશ અંબાણી, ગૌતમ અડાણી જેવા બિઝનેસમેનને પણ ભારે નુકસાન થયું છે.

જાન્યુઆરીમાં રૅકોર્ડ પર પહોંચેલા સેન્સેક્સ-નિફ્ટી

આ વર્ષે 20 જાન્યુઆરીના રોજ BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી રૅકોર્ડ સ્તરે પહોંચ્યા હતા. તે દિવસે BSE બજાર પૂંજીકરણ 160.57 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું હતું.

આ સોમવારે 23 માર્ચના રોજ સેન્સેક્સ BSEનું બજાર પૂંજીકરણ માત્ર 101.86 લાખ કરોડ રૂપિયા રહ્યું. મતલબ કે આ દરમિયાન રોકાણકારોના લગભગ 58 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું.

શા માટે ઘટાડો આવ્યોઃ

કોરોના વાયરસના કારણે પાછલા બે મહિનામાં શેર બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે અને સેંટિમેંટ સંપૂર્ણ રીતે ખરાબ છે. માર્ચ મહિનામાં FIIએ ભારતીય શેર બજારમાંથી રૅકોર્ડ 54,232 કરોડ રૂપિયા ઉપાડી લીધા.

કોરોના વાયરસના વધતા પ્રકોપને કારણે સોમવારે જ સરકારે દેશના ઘણાં વિસ્તારોમાં લોકડાઉન કરી દીધું હતું, તો હવે તો આખું ભારત જ લોકડાઉન કરી દેવામાં આવ્યં છે. જેને કારણે ઘણા રોકાણકારોના સેંટિમેંટને નુકસાન થયું છે. ઘણી કંપનીઓએ તેમનું ઉત્પાદન 31 માર્ચ સુધી બંધ કરી દીધું છે.

સોમવારે કારોબારના અંતમાં સેન્સેક્સ 3934.72 અંક ઘટીને 25981.24 પર અને નિફ્ટી 1135.20 અંક ઘટીને 7,610.25 પર બંધ થયા હતા. આ સેન્સેક્સના ઈતિહાસનો સૌથી મોટો ઘટાડો છે.

હવે શું થશેઃ

મંગળવારના આંકડા લઈએ તો 20 જાન્યુઆરીની સરખામણીમાં રોકાણકારોને લગભગ 57 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ભારતીય શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવની આશંકા બની છે. જોકે, હવે દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત બાદથી શેર બજારમાં કારોબાર બંધ થવાના એંધાણ છે.

અંબાણી-અડાણીને પણ ભારે નુકસાનઃ

આ વર્ષની શરૂઆતમાં અત્યાર સુધીમાં દેશમા 14 મોટા ઉદ્યોગપતિઓને લગભગ 4 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. માત્ર 2 અબજોપતિઓને જ 2 લાખ કરોડ રૂપિયાથી વધારેનો ચૂનો લાગ્યો છે.

જાન્યઆરીથી અત્યાર સુધી મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 1.81 લાખ કરોડ રૂપિયા ઘટી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેરમાં 41 ટકાનો ઘટાડો આવ્યો છે. તો અડાણી ગ્રુપના ગૌતમ અડાણીની સંપત્તિમાં લગભગ 39,151 કરોડ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp