શેર બજાર માટે બ્લેક ફ્રાઈડે, 45 મિનિટ ટ્રેડિંગ રોકાવામાં આવ્યું

PC: itstrendingnow.com

દુનિયાભરમાં કોરોના વાયરસે તેનું ખતરનાક રૂપ ધારણ કરી લીધું છે. જેને કારણે ગ્લોબલી શેર બજારોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે સેન્સેક્સ અને નિફ્ટી 10 ટકાથી વધારે ઘટી ગયા. જેને કારણે 45 મિનિટ સુધી ટ્રેડિંગ રોકવું પડ્યું હતું. તેનો અર્થ એ થાય છે કે આટલા સમય સુધી શેર બજારમાં કારોબાર થયો નહીં.

શેર બજાર માટે આજનો દિવસ ખરેખર બ્લેક ફ્રાઈડે સાબિત થયો દેખાઈ રહ્યો છે. માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સ 3090 અંક ગગડી ગયો અને 29687ના સ્તરે પહોંચી ગયો. તો નિફ્ટીમાં 966 અંકનો ઘટાડો જોવા મળ્યો અને તે 8624ના સ્તરે પહોંચી ગયો. સવારે 10.20 વાગ્યે ફરી ટ્રેડિંગ શરૂ થઈ. આ વખતે પ્રી-ઓપનમાં લગભગ 3300 અંકની સાથે સેન્સેક્સ નીચલા સ્તરે રિકવર થતો જોવા મળ્યો. એ જ રીતે નિફ્ટી પણ નીચલા સ્તરે રિકલર જોવા મળ્યો. સવારે 10.30 વાગ્યે સેન્સેક્સ 1300 અંક ગગડીને 31 હજાર 400 અંક નીચે હતો. તો નિફ્ટી 500 અંકના ઘટાડાની સાથે 9 હજાર 230 અંક પર હતો.

45 મિનિટ માટે રોકવામાં આવી ટ્રેડિંગઃ

આ પહેલા સવારે 9.15 વાગ્યે શેર બજાર ખુલ્યાના થોડા સમય બાદ 45 મિનિટ માટે ટ્રેડિંગ રોકી દેવામાં આવી હતી. પાછલા 12 વર્ષમાં પહેલી વાર શેર બજારમાં ટ્રેડિંગ રોકવામાં આવી. આ પહેલા મે 2008માં શેર બજાર થોડા સમય માટે બંધ કરવામાં આવ્યું હતું. ત્યારે ગ્લોબલી મંદી હતી ભારતમાં તેના સંકેત જોવા મળી રહ્યા હતા.

સ્ટોક એક્સચેન્જના નિયમો અનુસાર, 1 વાગ્યા પહેલા શેર બજારમાં ફરી 15 ટકાનો ઘટાડો જોવા મળ્યો તો 1.45 કલાક સુધી ટ્રેડિંગ રોકી દેવામાં આવશે. સ્ટોક એક્સચેન્જની ભાષામાં હવે 15 ટકાનું લોઅર સર્કિટ રહેશે. જણાવી દઈએ કે, શેર બજારમાં જો 10 ટકા કે તેનાથી વધારે ઘટાડો જોવા મળે, તો તેમાં લોઅર સર્કિટ લાગી જાય છે અને ટ્રેડિંગને થોડા સમય સુધી રોકી દેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp