બગદાદમાં થયેલા હુમલાથી ક્રૂડ ઓઇલ અને સોનાના ભાવમાં ઉછાળો, શેર માર્કેટ ડાઉન

PC: theatlantic.com

ઈરાકની રાજધાની બગદાદમાં શુક્રવારે થયેલા રોકેટ હુમલાને કારણ સમગ્ર દુનિયામાં એની અસર થઈ છે. ક્રૂડ ઓઈલ અને સોનાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે શેર માર્કેટની સ્થિતિ ડાઉન જોવા મળી હતી. શુક્રવારે સવારે માર્કેટ ડાઉન રહ્યું હતું. જ્યારે ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો થતો જોવા મળ્યો હતો. ત્રણ ટકાના ભાવ વધારા સાથે આ ઉછાળો જોવા મળ્યો છે. જેથી આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પણ ભાવ વધારો જોવા મળી શકે છે.

શુક્રવારે બગદાદ એરપોર્ટ પર રોકેટ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ઈરાન સમર્થિત પ્રમુખ મેજર જનરલ કાસિમ સલેમાની સહિત કુલ આઠ લોકોનાં મોત થયા છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, આ હુમલો અમેરિકાએ કર્યો છે. પોતાના દૂતાવાસ પર થયેલા હુમલાનો તેમણે બદલો લીધો છે. અમેરિકા અને ઈરાકની સ્થિતિ તણાવગ્રસ્ત છે. ઈરાકને આ હુમલાને આંતકી હુમલો ગણાવ્યો છે. ઈરાકી સેના તરફથી મળતા નિવેદનમાંથી જાણવા મળ્યું હતું કે, અમેરિકા તરફથી ત્રણ રોકેટથી બગદાદ એરપોર્ટ હુમલો કરવામાં આવ્યો છે. જેથી બે કારમાં મોટા વિસ્ફોટ થયા હતા. હુમલાને કારણે સમગ્ર પશ્ચિમ એશિયામાં સ્થિતિ તંગ છે.

આ તણાવની સીધી અસર ક્રૂડ માર્કેટ પર પડી રહી છે. આ ઘટના બાદ કાચા તેલની કિંમતમાં ત્રણ ટકાનો વધારો થયો હતો. જેથી નવી કિંમત 68.47 ડૉલર નોંધાય હતી.જ્યારે ક્રૂડ ઓઈલમાં WTIમાં 3.12 ટકા તેજી જોવા મળી હતી. જેથી પ્રતિ બેરલનો નવો ભાવ 63.10 ડૉલર નોંધાયો છે. શુક્રવારે સોનાનો ભાવ 39580 રૂ. નોંધાયો છે. સોનાના ભાવમાં 1.52 ટકાનો વધારો થયો હતો. જ્યારે 596 રૂ.ના ઉછાળા સાથે સોનાનું શુક્રવારે વધુ મોંઘુ બન્યું હતું. જ્યારે ચાંદીનો ભાવ 47710 રૂ. નોંધાયો છે. ચાદીમાં રૂ. 688 સાથે 1 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત શેર માર્કેટમાં સ્થિતિ ડાઉન રહી છે. જેમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનના શેર શુક્રવારે 1.87 ટકાથી ગગડ્યા છે. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનના શેર 1.29 ટકા સાથે નીચે ઊતર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp