ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર રાહુલના મતે મોંઘવારીથી બચવા આ છે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ

PC: business-standard.com

આવતા બે ક્વોર્ટર દરમિયાન મોઘવારી તેના ઉચ્ચ સ્તરો પર બની રહેશે. તેવા સંકેતો હાલ દેખાઇ રહ્યા છે. મોઘવારીથી લડવા માટે ઇક્વિટી એક સારું એસેટ ક્લાસ છે, આ વાત ભારતી એક્સા લાઇફ ઇન્શ્યોરન્સના ચીફ ઇનવેસ્ટમેન્ટ ઓફીસર રાહુલ ભુસકટેએ એક મીડિયા ઇન્ટર્વ્યૂમાં કહી છે. તેમણે કહ્યું કે, ઇક્વિટીઝમાં કરવામાં આવેલા લાંબા ગાળાના રોકાણ પર મળનારુ રીટર્ન મોઘવારીના દરથી વધારે જ હોય છે. ઇક્વિટીમાં લાંબા ગાળાનું રોકાણ એક મજબૂત અને વાસ્તવિક રિટર્ન આપે છે. પણ તેના માટે જરૂરી છે કે સારા શેર ખરીદીને તેમાં લાંબા ગાળા સુધી બેસી રહેવુ પડશે.

શું કાચા તેલની કિંમતોમાં વધારો એ મંદીનું કારણ બનશે? આ સવાલનો જવાબ આપતા રાહુલે કહ્યું કે, કાચા તેલની કિંમતોમાં વધારો અપ્રત્યક્ષ અને પ્રત્યક્ષ એમ બન્ને રીતે પ્રભાવિત કરી શકે છે. ઇન્ફ્લેશન બાસ્કેટમાં કાચા તેલની કિંમતો મહત્વનું સ્થાન રાખે છે. જો સરકાર કાચા તેલની કિંમતોને વધવાથી રોકવા માટે સબ્સિડીનો રસ્તો અપનાવે છે, તો સરકારના ખર્ચ કરવાની ક્ષમતા અને તેની નાણાંકીય સ્થિતિ પર દબાણ આવે છે. એવામાં કાચા તેલની કિંમતો જો ઉંચા સ્તર પર બનેલી છે તો નિશ્ચિત જ ઇકોનોમિકલ દબાણ આવશે. સેન્ટ્રલ બેન્ક આ દબાણનો સામનો કરવા માટે વ્યાજ દરોમાં વધારો ઝડપી અને આક્રામક રીતે વધારતી નજરે પડશે. જેની ગ્રોથ પર નેગેટિવ ઇફેક્ટ પડશે.

બજાર પર વાત કરતા તેમણે કહ્યું કે, 2022 ઇક્વિટિ માર્કેટ માટે એક અવરોધો ભરેલું વર્ષ રહી શકે છે. 2022માં મે મહિનાના અંત સુધી નિફ્ટીમાં 4.40 ટકાનો કડાકો જોવા મળ્યો અને તેમાં સતત નબળાઇના સંકેતો બનેલા છે. વધતી મોઘવારી, તેનો સામનો કરવા માટે વ્યાજ દરોમાં વધારો, કોમોડિટીની હાઇ પ્રાઇસ, ઇક્વિટી બજારમાંથી વિદેશી રોકાણકારોની સતત નીકાસી અને યુક્રેન-રશિયા યુદ્ધની વણસતી સ્થિતિ કેટલાક એવા કારણો છે. જે ગ્લોબલ માર્કેટ પર દબાણ બનાવે છે.

જોકે, ચોમાસાની સંભાવના અને ખાનગી ક્ષેત્રથી થનારા રોકાણોમાં ઝડપ આવવાથી અમુક સારા સંકેતો પણ દેખાઇ રહ્યા છે. જેના કારણે 2022ના આવનારા ક્વોર્ટર બજારને રાહત આપી શકે છે. તેવા સંકેતો પણ દેખાઇ રહ્યા છે. બજારમાં ક્યાં રોકાણ કરવુ જોઇએ? આ સવાલનો જવાબ આપતા રાહુલે કહ્યું કે, સામાન્ય રીતે વ્યાજ દરોમાં વધારાના કારણે બેન્કિંગ સેક્ટરને ફાયદો થાય છે અને તેમના માર્જિનમાં વધારો જોવા મળે છે. ઉંચા ઇન્ફ્લેશનની સ્થિતિમાં ક્રેડિટ ગ્રોથમાં પણ તેજી જોવા મળે છે. આ સ્થિતિઓ મીડિયમ ટર્મ માટે બેન્કિંગ સેક્ટર માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.  આ સમયે બેન્કિંગ સેક્ટરમાં કેટલીક ક્વોલિટી કંપની નજીરે પડી રહી છે. જેની વેલ્યુએશન આકર્ષક દેખાઇ રહી છે.

વધતી મોઘવારી અને મંદીની સંભાવના વચ્ચે રોકાણકારો પોતાના પોર્ટફોલિયોમાં અલગ અલગ સેક્ટર અને એસેટ ક્લાસથી સંબંધિત ઇન્સ્ટ્રૂમેન્ટ રાખવા જોઇએ. રોકાણકારોએ તેમના પોર્ટફોલિયોમાં ડેટ, ઇક્વિટી, ગોલ્ડ જેવા દરેક એસેટ ક્લાસમાં રોકાણ કરવું જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp