માર્ક ઝકરબર્ગને મોટો ઝટકો: 2 કલાકમાં જ ફેસબૂકને થયું આટલું મોટું નુકસાન

PC: salon.com

ફેસબૂકનો શેર બુધવારે આફ્ટર ટ્રેડિંગ અવર્સમાં 20 ટકા તૂટીને 173.50 ડોલર પર બંધ રહ્યો હતો. આ કારણે કંપનીની માર્કેટ કેપ 8.65 લાખ કરોડ રૂપિયા (126 અબજ ડોલર) ઘટી ગઇ હતી. કારોબાર દરમિયાન શેર 24 ટકા તૂટ્યો હતો. નિયમિત ટ્રેડિંગ શરૂ થતા પહેલા ગુરુવારે પણ આ સ્થિતિ રહેશે તો અમેરિકન શેરબજારના ઇતિહાસમાં એક દિવસનું સૌથી મોટું નુકસાન થશે. તે પહેલા પહેલી સપ્ટેમ્બર 2000ના રોડ ઇન્ટેલને 6.25 લાખ કરોડ રૂપિયા (91 અબજ ડોલર)નું નુકસાન થયું હતું. જુલાઇ 2012માં ફેસબૂકના શેરમાં એક દિવસમાં 12 ટકાનો ઘટાડો આવ્યો હતો.

ભારતની સૌથી મોટી કંપની ટીસીએસનું માર્કેટ કેપ 7.57 લાખ કરોડ રૂપિયા છે. બીજા નંબરની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વેલ્યુ 7.07 લાખ કરોડ રૂપિયા છે. વિશ્વના 128 દેશોની જીડીપી 7 લાખ કરોડ રૂપિયા (100 અબજ ડોલર)થી ઓછી છે.

અમેરિકન શેરબજારમાં એક દિવસનું નુકસાન

વર્ષ કંપની માર્કેટ કેપમાં ઘટાડો
સપ્ટેમ્બર 2000 ઇન્ટેલ 91 અબજ ડોલર
ઓક્ટોબર 2008 એક્સન મોબિલ 53 અબજ ડોલર
જાન્યુઆરી 2013 એપલ 60 અબજ ડોલર

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp