ઓપ્શન સેલ પર 25 ટકા STT વધારવા પર બજારમાં મુંઝવણ, નાણાં મંત્રાલયે કરી ચોખવટ

PC: news18.com

કેન્દ્ર સરકારે  ફાયનાન્સ બિલમાં શુક્રવારે સુધારો કર્યો તેને કારણે શેરબજારના લોકો કલાકો સુધી ગોથા ખાઇ રહ્યા હતા કે, સરકારે કેટલો ટેક્સ વધાર્યો તે સમજ નથી પડતી. આખરે શેરબજારમાં ભારે હોબાળા પછી નાણાં મંત્રાલય સામે આવ્યું હતું અને સ્પષ્ટતા કરી હતી એ પછી બજારના લોકોને વાત ગળે ઉતરી હતી.

ફાઇનાન્સ બિલ 2023માં કરાયેલા સુધારા મુજબ, જો ટર્નઓવર 1 કરોડ રૂપિયા છે, તો ઓપ્શનનાના વેચાણ પર STT હવે 2100 રૂપિયા થશે. પહેલા તેની કિંમત 1700 રૂપિયા હતી. જેના કારણે લોકોમાં અસમંજસનો માહોલ સર્જાયો હતો. કારણ કે સરકારે 2016માં જ STT 1700 રૂપિયાથી વધારીને 5000 રૂપિયા કરી દીધો હતો.

કેન્દ્ર સરકારે 24 માર્ચે એટલે કે શુક્રવારે ફાયનાન્શિલ બિલ 2023માં સુધારો કરીને ફ્યૂચર એન્ડ ઓપ્શનના વેચાણ પર સિક્યોરિટી ટ્રાન્ઝેકશન ટેક્સ (STT) લગાવવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આની પર કેટલો ટેક્સ લાગશે તેની પર કલાકોની મથામણ પછી નાણાં મંત્રાલયે સ્પષ્ટતા કરવી પડી હતી કે 1 કરોડ રૂપિયાથી વધારેના ટર્નઓવર પર STT વધારીને 6250 રૂપિયા કરવામાં આવ્યો છે. પહેલાં એ 5,000 રૂપિયા લાગતો હતો. એ હિસાબે ગણતરી કરો તો  STTમાં 25 ટકાનો વધારો થયો છે.

આજે જ્યારે ફાયનાન્શિલ બિલ 2023માં સુધારો કરવામાં આવ્યો તેના મુજબ જો તમારું ટર્નઓવર 1 કરોડ રૂપિયા છે તો ઓપ્શન સેલ પર STT 2100 રૂપિયા લાગશે. પહેલા આ 1700 રૂપિયા લાગતો હતો. આ વાતથી બજારમાં મુંઝવણની સ્થિતિ પેદા થઇ ગઇ હતી કે. કારણ કે, સરકારે વર્ષ 2016માં જ STT 1700 રૂપિયાથી વધારીને 5,000 રૂપિયા કરી દીધો હતો.

એ વચ્ચે જો ટર્નઓવર 1 કરોડ રૂપિયા હોય તો ફ્યૂચર સેલ પર 1200 રૂપિયા STT લાગશે જે પહેલાં 1,000 રૂપિયા હતો.

STTના વધારા પર પોતાની પ્રતિક્રિયા આપતા Zerodhaના ફાઉન્ડર નિખિલ કામતે ટ્વીટ કરીને કહ્યું હતું કે,  STT, એક્સચેન્જ ચાર્જ, સ્ટેમપ ડયૂટી, GST, બ્રોકરેજ અને તેમાં પાછો સેબીનો ચાર્જ અલગથી. એ પછી પણ જો કોઇ નફો કમાઇ છે તે સૌથી વધારે ઇન્કમ ટેક્સ ચૂકવે છે. એ પછી આપણને પરેશાની થાય છે કે ટ્રેડર્સ માટે પ્રોફિટેબલ રહેવાનું કેમ મુશ્કેલ છે.

સરકારે સિકયોરિટી ટ્રાન્ઝેકશન ટેક્સ પહેલી વખત 2004માં લગાવ્યો હતો. શેરબજારમાં અલગ- અલગ પ્રકારના વહેવાર પર આ ટેક્સ નાંખવામાં આવ્યો હતો. શેરબજારમાં થયેલા કોઇ પણ ટ્રાન્ઝેકશન જેમાં ઇક્વિટી અથવા ઇક્વિટી ડેરિવેટીવ્ઝ જેવા ફ્યૂચર એન્ડ ઓપ્શન સામેલ છે. તેની પર STT લાગે છે. આ બિલકુલ મ્યુચ્યુઅલ ફંડ ટ્રાન્ઝેકશનની જેમ જ લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp