Nifty-50ની યાદીમાંથી GAIL બહાર, દેશની સૌથી જૂની આ કંપનીની એન્ટ્રી

PC: zeebiz.com

નેશનલ સ્ટોક એકસ્ચેન્જ પાસેથી મળેલી માહિતી મુજબ નિફટી -50 ઇન્ડેકસમાં ગેલ કંપની બહાર થશે અને તેનું સ્થાન ટાટા ગ્રુપની કંપની ટાટા કન્ઝૂયમર પ્રોડકટસ લેશે. મતલબ કે નિફટી-50માં ટાટા કન્ઝૂયમર પ્રોડકટસ સામેલ થઇ જશે. 31 માર્ચ પહેલાં કંપનીનો ઇન્ડેકસમાં સમાવેશ થઇ જશે.

ટાટા કન્ઝૂયમર પ્રોડકટસ પહેલી વખત દિગ્ગજ શેરોના સૂચકાંકમાં સામેલ થશે. આ ટાટા ગ્રુપની અન્ય કંપનીઓ જેવી કે ટાટા મોટર્સ , ટાઇટન અને ટાટા સ્ટીલ જેવી કંપનીઓ પહેલેથી ઇન્ડેકસમાં સામેલ છે અને હવે ટાટા કન્ઝયૂમર્સનો ઉમેરો થશે. એક અંદાજ મુજબ ગેલનો બેસિસ પોઇન્ટ 40 છે અને ટાટા ગ્રુપ 60 બેસિસ પોઇન્ટ સાથે એન્ટર થશે. 

ગેસ ઓથોરીટી ઓફ ઇન્ડિયા એટલે કે ગેલ કંપનીની નિફટી-50 ઇન્ડેક્સ 18 વર્ષની સફર પુરી થશે. ગેલ મે 2003માં નિફટી-50માં દાખલ થઇ હતી.

નિફટી નેકસ્ટ 50 ઇન્ડેકસમાં બેંક ઓફ બરોડા, કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, હિંદુસ્તાન ઝીંક બહાર થવાના છે અને તેમના સ્થાને  ઇન્ડેકસમાં અદાણી એન્ટરપ્રાઇઝ, એમઆરએફ અને જુબિલન્ટ ફૂડવર્કસનો સમાવેશ થવાનો છે.

નિફટી- 50 એ નેશનલ સ્ટોક એકસ્ચેન્જનો મુખ્ય ઇન્ડેકસ છે, જેમાં 50 એવા શેરોનો સમાવેશ કરાયો છે અને આ શેરોની વધઘટથી ઇન્ડેકસ કેટલો વધ્યો કે ઘટયો તે નક્કી થાય છે. જે રીતે બોમ્બે સ્ટોક એકસ્ચેન્જનો બીઅસઇ સેન્સેકસ છે તેમાં 30 જાયન્ટ કંપનીઓનો સમાવેશ છે. ઇન્ડેકસમાં સમાવિષ્ટ શેરો આખા શેરબજારની વધઘટનું પ્રતિનિધ્તવ કરે છે. જેમ કે દેશની અગ્રણી કંપનીઓઓ રિલાયન્સ, ટાટા સ્ટીલ, ઇન્ફોસીસ, ટાટા પાવર જેવા શેરો મુખ્ય ઇન્ડેકસમાં હોય છે. હવે જો મોટાભાગના શેરોના ભાવ વધે તો ઇન્ડેકસ ઉપર જાય અને ઘટે તો નીચે જાય.

નિફ્ટી દ્વારા દર વર્ષે બે વાર ઇન્ડેક્સમાં ફેરફાર કરવામાં આવે છે. એકવાર સપ્ટેમ્બરમાં અને બીજી વાર માર્ચમાં. નિફ્ટીની 50 ઉપરાંત નિફ્ટી 100, નિફ્ટી 500 અને મિડકેપની નિફ્ટી 150ની યાદી પણ છે. કંપનીઓના પર્ફોમન્સ અને બીજા કેટલાક ફેક્ટરને ધ્યાને લઇને ઇન્ડેક્સની યાદીમાં ફેરફારો કરવામાં આવતા હોય છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp