જાણો એક વીસ્કી કેવી રીતે બનાવશે તમને પૈસાદાર

PC: oldpulteney.com

જો તમને નાઈટ નાઉટ પછી ખાલી બેંક બેલેન્સને જોઈને કેવી લાગણી આવતી હશે તેનો અનુભવ હશે, તો તમારે માનવું જ પડશે કે દારૂ તમારા ખિસ્સાને ખાલી કરી શકે છે. પરંતુ હવે દુખી થવાને બદલે તમારે સ્વીડનના કેટલાંક જીનીયસનો આભાર માનવો પડે કે તેમણે આનો રસ્તો શોધી કાઢ્યો છે અને હવે દારૂ તમને બરબાદ કરવાને બદલે ધનવાન બનાવશે.

દારૂની સાથે, સીંગલ મેલ્ટ ફંડને હલો કહી શકો છો, જે તમને કદાચ ઓલ્ડ મોન્ક ફંડના જેવું લાગતું હશે. સીંગલ મેલ્ટ ફંડ દુનિયાની પહેલી જાહેરમાં વેપાર કરનારી પહેલી વીસ્કી કોમોડીટી ફંડ છે, આ કોમોડીટી ફંડને સ્વીડનના સીંગલ મેલ્ટ વીસ્કીને પસંદ કરતા કેટલાંક લોકોએ બનાવ્યું છે. પરંતુ હાલમાં બાકીના ફંડની જેમ સ્ટોક માર્કેટમાં લીસ્ટ થયેલી સ્પેશીફીક કંપની અથવા વીસ્કીની બ્રાન્ડમાં ઈનવેસ્ટ કરશે. આ ફંડ સીધા લીક્વીડમાં માર્કેટમાં ઈનવેસ્ટ કરશે. તેની કામ કરવાની રીત એ હશે કે ફંડ પાસે તેમની ઈન્વેન્ટરીમાં દુર્લભ અને લિમીટેડ એડીશનવાળી વીસ્કીઓનું કલેક્શન હશે.

ઈનવેસ્ટર પોતે પણ તેનો નાના ભાગની ખરીદી કરી શકશે અથવા તેમની સાઈટ પરથી આખી બોટલની પણ ખરીદી કરી શકશે. હાલમાં સીંગલ મેલ્ટ ફંડનું ટાર્ગેટ 10 ટકા રીટર્ન સાથેનું છે અને છ વર્ષ પછી તેમના ફંડને લિક્વીડેટ કરશે. માર્ચ મહિનામાં તેઓ નોર્ડીક ગ્રોથ માર્કેટમાં લીસ્ટેડ થશે.

હજુ પણ જો તમારે આ ફંડમાં ઈનવેસ્ટ કરવું હોય તો જાણી લો કે આ રેર વીસ્કીની ડીમાન્ડ હાલના સમયમાં વધી રહી છે અને છેલ્લા દસ વર્ષમાં વીસ્કીના માર્કેટમાં 25 ટકાનો વધારો નોંધાયો છે. જો તમને હજુ પણ તમે સહમત થતા નહીં હોવ તો, જણાવી દઈએ કે એક રીપોર્ટ પ્રમાણે દુનિયાની 100 જેટલી મોંઘી વીસ્કીના ભાવમાં 2010થી લઈને અત્યાર સુધીમાં 447 ટકાનો વધારો નોંધાયો છે.

જો તમે બીટ કોઈનમાં ઈનવેસ્ટ કરવાનું મિસ કરી ગયા હોવ તો, યાદ રાખો દારૂ તમને નિરાશ નહીં કરશે.

 

 

 

  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp